AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iron Deficiency : આયર્નની ઉણપ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, લક્ષણો દેખાય તો તુરંત કરો ઉપચાર

Iron Deficiency: શરીરમાં આયર્નની ઉણપ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે શરીરમાં આયર્નની ઉણપને કારણે કયા લક્ષણો દેખાય છે.

Iron Deficiency : આયર્નની ઉણપ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, લક્ષણો દેખાય તો તુરંત કરો ઉપચાર
Iron deficiency
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 1:48 PM
Share

દરેક માણસ એવુ ઇચ્છે કે તેનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે. ખાન-પાનની ખોટી આદત અને જંકફુડને કારણે કેટલીક સમસ્યાઓ સામાન્ય થઇ ગય છે. જેમકે આયર્નની કમી, આયર્નની આપણા શરીર માટે ખુબ જરૂરી વિટામીન છે. જો તે પર્યાપ્ત માત્રામાં શરીરમાં ન હોય તો શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. સવાલ એ થાય કે આયર્ન આખરે કુદરતી રીતે કેવી રીતે મેળવી શકાય ? આયર્ન કુદરતી સોર્સ તરીકે બીટ, દાડમ, અનાનસ, સફરજન, પાલક જેવા અને ફુડ સામેલ છે જે આ કમી પૂરી કરી શકે છે. આવો જાણીએ આયર્ન કમીથી શરીરમાં કેવા લક્ષણો સામે આવે છે.

જીભમાં ફિકાશ આવવી

શરીરમાં લોહીની ઉણપ સર્જાય તો જીભ પર તેની અસર પહેલા દેખાય છે. આયર્ન શરીરમાં રેડ બ્લડ શેલ વધારવાનું કામ કરે છે, તેની ઉણપને કારણે જીભ ફિક્કી પડી જાય છે. આંખ અને ચહેરા પર પીડાશ આવે છે. અને આ તમામ લક્ષણો કાળજી ન લેવા પર એનીમિયા તરફ દોરી જાય છે.

ખરાબ નખ

શરીરમાં આયર્નની ઉણપને કારણે નખ પર તેની અસર તરત દેખાવા લાગે છે. નખ તુટી જવા, નખનો વિકાસ અટકવો વગેરે નિશાની ઉણપ દર્શાવે છે.

માથાનો દુખાવો

આયર્નની ઉણપને કારણે માથાના દુખાવા અને ચક્કર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે મગજ સુધી પુરતા પ્રમાણાં ઓક્સીજન પહોંચી શકતું નથી. જેના કારણે ચક્કર જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

શ્વાસની તકલીફ

લોહીની ઉણપને કારણએ શ્વાસ લેવામાં તકલીફ આવી શકે છે, ઉપરાંત શ્વાસ ફુલવો થાક લાગવો જેવા લક્ષણોની સમસ્યામાં સામાન્ય છે.

ડિપ્રેશન

શરીરમાં આયર્નની ઉણપના કારણે ખૂબ જ ડિપ્રેશનનો અનુભવ થાય છે. આ સમય દરમિયાન લોકો હંમેશા ઉદાસ રહે છે. આ સિવાય ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. આવી સ્થિતિમાં, તમારે ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. આ સિવાય હેલ્ધી ડાયટ દ્વારા તમે આયર્નની ઉણપને પૂરી કરી શકો છો.

વાળની સમસ્યા

શરીરમાં આયર્નની ઉણપને કારણે તમારા વાળ ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. વાળના કોષોને પૂરતો ઓક્સિજન મળતું નથી. જેના કારણે વાળ પણ ઉગતા નથી. વાળ શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

g clip-path="url(#clip0_868_265)">