સાવધાન! ફોનને આ રીતે રાખો સાફ રાખો, નહીંતર તમે પણ બની શકો છો ગંભીર રોગોનો શિકાર
મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે ઘણા આરોગ્યને લગતા નુકસાન થઇ શકે છે. તેમજ ફોન સાફ ના રાખવાના કારણે તેના પર ઘણા બેક્ટેરિયા ચોંટેલા રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.
મોબાઈલ આજે દરેકની જરૂરિયાત બની ગઈ છે, જેનો ઉપયોગ નાના બાળકોથી લઈને ઘરના વૃદ્ધ માણસ સુધી દરેક દ્વારા કરવામાં આવે છે. આપણે બધા વોશરૂમ, ડાઇનિંગ ટેબલમાં બધે જ મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ. સવારે જાગવાની સાથે, રાત્રે સૂવા સુધી મોબાઇલનો ઉપયોગ સૌ કોઈ કરે છે. આ જ કારણ છે કે મોબાઈલ પર વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને જંતુઓ એકઠા થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મોબાઈલ સાફ ન કરવાથી ઘણા રોગો થઈ શકે છે.
મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને ફોન પર લાંબો સમય વાત કરવાના કારણે કાન ગરમ થઈ જાય છે. આનાથી ઘણા પ્રકારના કાનના રોગો થઈ શકે છે. બ્રિટનની કેન્સર રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અનુસાર, મોબાઇલમાંથી નીકળતી રેડિયો ફ્રીક્વન્સીમાં થર્મલ ઇફેક્ટ હોય છે, જે આપણા મગજને અસર કરે છે. ફોનને સાફ કરવો ખૂબ જ જરૂરી છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ફોનને સ્વચ્છ રાખી શકો છો અને રોગોથી બચી શકો છો.
શૌચાલયમાં હોય બેક્ટેરિયા છે. તમે શૌચાલયમાં સાથે મોબાઈલ લઇ જાઓ છો અને સાફ નથી કરતા ત્યારે તેના પર જંતુઓ ચોંટી જાય છે. જંતુઓ શૌચાલયમાં દરેક વસ્તુને વળગી રહે છે. શૌચાલયમાંથી બહાર આવ્યા પછી તમે તમારા હાથ ધોઈ લો પણ મોબાઈલ ન ધોઓ. આ કારણે તમે ઘણા પ્રકારના ચેપ થઇ શકે છે. જે બાદમાં કોઈ માર્ગે તમારા શરીરમાં જવાના કારણે પેટના અને ઘણા અન્ય રોગ થઇ શકે છે.
ફોનને કેવી રીતે સાફ રાખવો
ફોનની સ્ક્રીન સાફ કરવા માટે તમે સાદા કાપડ, એટલે કે સાફસફાઈના કાપડનો ઉપયોગ કરી શકો છો.
ફોનને સાફ કરવા માટે, નિસ્યંદિત પાણી અથવા આલ્કોહોલમાં પલાળેલા કોટન કે રૂ ઉપયોગ કરો. અને હા એમોનિયા, વિન્ડો ક્લીનર, દ્રાવકનો ક્યારેય ઉપયોગ ન કરો.
ફોનના કી પેડમાં એકઠી થતી ધૂળ નિયમિતપણે સાફ થવી જોઈએ. નહિંતર, ફોનની ગંદકી તમારા હાથમાંથી મો મોઢા સુધી જી શકે છે. જેના કારણે ઘણા રોગો થઈ શકે છે.
હંમેશા ટચસ્ક્રીન ફોનને તમારા શર્ટ અને ટ્રાઉઝરના આગળના ખિસ્સામાં રાખો. તેને હંમેશા પાછળના ખિસ્સામાં રાખવાનું ટાળો.
મોબાઇલ ફોનને ભેજ, સૂર્યપ્રકાશથી દૂર રાખો.
ફોનને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેને પડવાનો ભય ન હોય.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?
આ પણ વાંચો: Fitness Tips: કસરત વગર ફિટ રહેવાની છે આ રીત, તમે પણ અપનાવીને રહી શકો છો સ્વસ્થ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)