કોરોના જ્ઞાનશાળા: ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?
કોરોના વાયરસની રસી અંગે લોકો દ્રારા વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. તેથી તે મહત્વનું છે તમે સત્ય જાણો. આજે તમને જણાવીશું ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?
કોરોના અને કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. ખાસ મહિલાઓમાં પ્રશ્ન જોવા મળે છે કે શું સગર્ભા સ્ત્રીઓ માટે COVID-19 રસી સલામત છે? તો ઘણી વાર અનેક રીતે તેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી છે કે હા ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન સલામત છે. પરંતુ અમુક મહિલાઓ એમ પણ પ્રશ્ન કરે છે કે ગર્ભાવાસ્તાના કયા મહિનામાં કોરોના વેક્સિન લેવી જોઇએ? જાણો આ પ્રશ્નના જવાબ નિષ્ણાતો પાસેથી.
લોકોના મનમાં ઉદ્ભવતા આ પ્રશ્નને લઈને એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS, ગોરખપુર ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડો.સુરેખા કિશોર આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ વિશે.
ગર્ભાવસ્થા દરમિયાન કયા મહિનામાં કોરોનાની વેક્સિન લેવી જોઈએ?
ડો.સુરેખા કિશોર કહે છે કે, ‘ગર્ભવતી મહિલાની ગર્ભાવસ્થાને પહેલા ત્રણ મહિના, બીજા ત્રણ મહિના અને ત્રીજા ત્રણ મહિના એમ ત્રણ તિમાહીમાં વહેંચવામાં આવે છે. જો આપણે કોરોના વેક્સિનની વાત કરીએ તો ગર્ભવતી મહિલા કોઈ પણ તિમાહીમાં હોય તેણે કોરોના વેક્સિન લઇ લેવી જોઈએ. અને 18 વર્ષ અને તેનાથી વધુ વર્ષના દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએ.
ડોક્ટર આગળ જણાવે છે કે, ‘આરોગ્ય મંત્રાલય અને WHO પણ કહે છે કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લેવા જોઈએ. જેમાં ગર્ભવતી મહિલા પણ સામેલ છે. જો કોઈ કોરોના પોઝિટીવ છે તો સ્વાસ્થ્ય થયાના 3 મહિના બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવો જોઈએ. અને બાદમાં સમયાંતરે બીજો ડોઝ લઇ લેવો જોઈએ. ગર્ભવતી મહિલાએ પણ કોરોના વેક્સિન લઇ લેવી જોઈએ. કોઈ પણ તિમાહીમાં વેક્સિન લઇ લેવી યોગ્ય છે.’
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું માસિકધર્મ દરમિયાન મહિલાઓએ COVID -19 ની વેક્સિન લેવી જોઈએ? જાણો એક્સ્પર્ટનો જવાબ
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું મહિલાઓને કોરોના થવાનું જોખમ પુરુષો કરતાં વધુ? જાણો શું કહે છે નિષ્ણાત
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ડાયાબિટીસથી પીડિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ -19 નું જોખમ બાળકો કરતા વધારે?