સાંધાના દુ:ખાવાને કહો બાય બાય! અપનાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય અને પછી જુઓ પરિણામ

સાંધાનો દુખાવો મોટા પ્રમાણે લોકોમાં જોવા મળે છે. જેની પાછળ કારણ છે આજકાલની જીવનશૈલી. ચાલો આજે તમને જણાવીએ કે આ પ્રકારના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકાય.

સાંધાના દુ:ખાવાને કહો બાય બાય! અપનાવો આ 7 અસરકારક ઘરેલું ઉપાય અને પછી જુઓ પરિણામ
home remedies to reduce pain of joint pain, know the details
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 2:33 PM

આપણા ત્યાં ઘણા લોકોને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા થતી હોય છે. ખાસ કરીને ઉંમરલાયક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે તેના ઘણા કારણોમાંથી એક કારણ એ છે કે ખોરાક અને જીવનશૈલી એક રૂટીનમાં ના હોવું. સાંધાના દુખાવાને લઈને સલાહ સુચન તમને ઘણા લોકો આપતા હોય છે પરંતુ કોઈ પણ ઉપચાર કર્યા પહેલા તેના તજજ્ઞનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

તમને જણાવી દઈએ કે ઓછા દુખાવા અને સમસ્યા ધરાવતા લોકો ઘરે જ થોડી આસાન રીતોથી અને આસનોથી સમસ્યામાં રાહત મેળવી શકે છે. તેમજ ઘરે અથવા આસપાસના યોગા સેન્ટર જઈને સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ચાલો જણાવીએ કેટલાક ઉપાયો.

કસરત

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

કસરતથી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. દરરોજ કસરત કરવાથી ઓસ્ટીયોપોરોસિસના વિકાસમાં વિલંબ આવે છે. જે સાંધાનો દુખાવો થવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. ચાલવું, તાઈ ચી, સ્વિમિંગ, સાયકલિંગ, યોગ વગેરે સાંધાના દુખાવા માટે સારા કહેવાય છે. બધા ઓસ્ટીયોપોરોસિસના વિકાસના વિલંબ માટે ઉપયોગી છે.

વજન ઘટાડવું અને આહાર

જો તમારું વજન વધારે છે, તો તમારે જલ્દીથી વજન ઘટાડવાના પ્રયાસ શરુ કરવાની જરૂર છે. કારણકે ઘૂંટણને સમગ્ર શરીરનું વજન ઉપાડવું પડે છે. જેના કારણે પીડા વધી શકે છે. તેથી વજન ઓછું કરવું પણ જરૂરી બને છે. સાથે જ સ્વસ્થ આહાર જેમ કે ફાયબર, વિટામીન ડી, કેલ્સિયમ વગેરેથી ભરપુર આહાર લાભદાયક નીવળી શકે છે.

ફિઝીયોથેરાપી

તમે ઉપચાર સેશન માટે ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી શકો છો અને પીડા ઘટાડવા માટે નિયમિત ઘૂંટણની માલિશ કરી શકો છો.

એરોમાથેરાપી

આ થેરાપી ઘણા આવશ્યક તેલ સાથે કરવામાં આવે છે જે પીડા અને જડતાને ઘટાડે છે. આના માટે તમે જાણકારનો સંપર્ક કરી શકો છો.

આરામ અને સલામતી

જ્યારે તમારા ઘૂંટણ દુખે છે, ત્યારે તેને યોગ્ય આરામ આપો અને જ્યારે તમે બહાર ચાલતા હોવ ત્યારે ઘૂંટણની સલામતી માટે ઘૂંટણ કેપ પહેરો. સોજો ઓછો કરવા માટે તેને બરફથી નિયમિતપણે ઠંડો કરો.

ગરમી અને ઠંડક

ગરમી અને ઠંડક એ પીડા અને સોજો ઘટાડવાનો એક અસરકારક માર્ગ છે. ગરમી લુબ્રિકેશન અને જડતામાં સુધારો કરે છે અને ઠંડકથી પીડા અને સોજો ઓછો થાય છે.

એક્યુપંક્ચર

ફિઝિયોથેરાપી અને એરોમાથેરાપી સાથે, એક્યુપંક્ચર એ ઘૂંટણની અથવા સાંધાનો દુખાવો ઘટાડવા અને સોજો ઘટાડવાનો બીજો મુખ્ય અસરકારક માર્ગ છે.

આ પણ વાંચો: Ahmedabad: ક્યાય ફરવા જાઓ કે પછી લો કોઈ નવું મકાન તો થઈ જાવ સાવધાન ! વાંચો છેતરપિંડીની અલગ અલગ ઘટના

આ પણ વાંચો: Mehsana: બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જોવા મળ્યો મેનેજમેન્ટનો અભાવ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">