Ahmedabad: ક્યાય ફરવા જાઓ કે પછી લો કોઈ નવું મકાન તો થઈ જાવ સાવધાન ! વાંચો છેતરપિંડીની અલગ અલગ ઘટના
શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે જોકે તેમાંથી કેટલાક લોકો જ પોલીસ ફરિયાદ કરતા હોય છે. તો કેટલાક કિસામાં મેટર ગ્રાહક સુરક્ષામાં પહોંચતી હોય છે.
દિવાળી કે તહેવાર સમયે લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ ફરવા ગયા હોય કે જવાના હોય તો જરા ચેતજો. કેમ કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. કેમ કે આવી જ એક ઘટના એક શાહ દંપતી સાથે બની જેઓને ન્યાય મળતા મળતા 6 વર્ષ લાગી ગયા. જોકે તે દંપતી તે ન્યાયને આંશિક ન્યાય ગણાવી રહ્યા છે.
શહેરમાં રહેતા એક શાહ પરિવાર સાથે છેતરપિંડીની ઘટના બની. શાહ પરિવાર કે જેમાં કિરીટ શાહ રિટાયર્ડ બેન્ક કર્મી છે. જેઓએ પોતાની પત્ની સાથે વિદેશ પ્રવાસ જવાનું 2013માં નક્કી કર્યું. કેમ કે વધુ ઉંમર થયા પછી તે પ્રવાસ ન પણ કરી શકે. 2015માં ટુરના ત્રણ મહિના પહેલા તેઓએ થોમ કુક એજન્સીમાં બુક કરેલા વિદેશ પ્રવાસ માટે તેઓએ 2.18 લાખ નાણાં વ્યક્તિ દીઠ ભર્યા હતા.
બાદમાં તમામે તમામ તૈયારી પણ કરી દીધી, જોકે ટુરના 15 દિવસ બાકી રહ્યા ત્યારે એજન્સી કહે છે કે પૂરતા પ્રવાસી નહિ થતા ટુર ટૂંકાવી પડે એવી છે. જેથી પહેલી ટુરના 17 દિવસના બદલે 15 દિવસ કરવામાં આવ્યા અને સ્થળ તે જ હોવાનુ જણાવ્યું.
જોકે જ્યારે પ્રવાસ થયો ત્યારે પ્રવાસીઓને જાણ થઈ કે નક્કી કરેલ સ્થળ કરતા અન્ય અને ઓછા સ્થળ બતાવ્યા. તો મુખ્ય સ્થળ કે જે તે દેશની ઓળખ છે જ્યાં લોકો ખાસ પ્રવાસે જાય એ બતાવ્યા જ નહિ, જેથી ભોગ બનનારે 2015 માં ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી. જેમાં 6 વર્ષે ગ્રાહક ફોરમેં ગ્રાહક હિત નિર્ણય કરતા ગ્રાહકે આંશિક રાહત મળ્યાનું જણાવ્યું હતું.
2015માં બનેલી ઘટનામાં 6 વર્ષે ગ્રાહકને ન્યાય મળ્યો. જોકે તે ન્યાયમાં અગાઉ ગ્રાહક ફોરમ એક નિર્ણય કરી ચુકી હતી. જેમાં ગ્રાહક ફોરમેં એજન્સીએ ગ્રાહકને 25 હજાર ચૂકવવવા આદેશ પણ કર્યો. જોકે તે રકમ ઓછી લાગતા ગ્રાહક ફરી ફોરમમાં ગયા. જે બાદ તાજેતરમાં તે કેસમાં ગ્રાહક ફોરમે ફરી ગ્રાહક હિત નિર્ણય કર્યો અને એજન્સીને ગ્રાહકને 1 લાખ રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો.
6 વર્ષની લડત બાદ આટલી મોટી રકમ ચૂકવવા આદેશ કરતા ગ્રાહક સાથે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ગ્રાહક ફોરમનો આભાર માન્યો. તો લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરી. જેથી અન્ય લોકો આ પ્રકારની ઘટનાનો ભોગ ન બને. અને તેઓએ તેમના નાણાં ગુમાવવાનો વારો ન આવે અને પોલીસ સ્ટેશન તેમજ કોર્ટના ધક્કા પણ ખાવા ન પડે.
શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે જોકે તેમાંથી કેટલાક લોકો જ પોલીસ ફરિયાદ કરતા હોય છે. તો કેટલાક કિસામાં મેટર ગ્રાહક સુરક્ષામાં પહોંચતી હોય છે. આવી જ રીતે 1990 થી હાલ સુધી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિમાં 3 લાખ ઉપર ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ મેડીકલેઈમ અને બિલ્ડર અને બાદમા ગ્રાહકો સાથે છેતરપીંડીની ફરિયાદ થઈ રહી છે.
1990 થી લઈને હાલ સુધી 3 લાાખ ઉપર ફરિયાદ નોંધાઈ છે, જેમાં હાલ સુધી અઢી લાખ ફરિયાદનો નિકાલ આવ્યો, જયાારે 35 હજાર ઉપરની ફરિયાદો હજુ પણ પેન્ડીંગ છે. આજ 35 હજાર પેન્ડીંગ કેસમાંથી નટવરભાઈ પટેલ કે જેમનો કેસ હજુ પણ પેન્ડીંગ છે. નટવરભાઈ પટેલે થોડા વર્ષ પહેલા જશોદાનગરમા શિવાનંદ બંગલોમા બે બંગલો રાખ્યા હતા, જેના તેઓએ 32 લાખ નાણા પણ વસાણી બિલ્ડરને ચુકવ્યા હતા. જોકે તેમ છતા તેઓને બિલ્ડર દ્વારા બંગલો નહી આપી અન્યને બંગલો આપ્યાના આક્ષેપ છે. જે ઘટનામા નટવરભાઈએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના દરવાજા ન્યાય માટે ખખડાવ્યા હતા.
જોકે તમને જાણીને નવાઈ લાગશે કે 3 લાખ ફરિયાદોમાં સૌથી વધુ 60 ટકા ફરિયાદ મેડિક્લેઈમને લઈને આવે છે, જેમા લોકો મેડિક્લઈમ કરાવી લે છે પણ જયારે કંપની દ્વારા મેડિક્લેઈમ આપવાનો આવે ત્યારે ગલ્લા તલ્લા કરાય છે. 15 થી 20 ટકા ફરિયાદ બિલ્ડરો દ્વારા મકાનનુ પઝેશન નહી આપી નાણા મેળવી લઈ અથવા સુવિધા બતાવી તે પુરી નહી પાડી તેના પેટે નાણા લઈને છેતરપીંડી આચરે છે. જે બાદ બજારમા મળતી વસ્તુમા ભેળસેળ, વજન કરતા ઓછી વસ્તુ મળવી, એક્સપાયરી ડેટવાળી દવા આપવી, ખરાબ વસ્તુ આપવી જેવી અનેક ફરિયાદોનો સમાવેશ થાય છે.
મહત્વનુ છે કે રાજયમા 38 જીલ્લામા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતી કાર્યરત છે, જયા ગ્રાહકોને ન્યાય અપાવવા ગ્રાહક ફોરમ પણ કાર્યરત છે. જયા હાલ સુધીના આંકડામા ફરિયાદો ત્રણ લાખ ઉપર પહોંચી છે. આ આંકડા જ બતાવે છે કે દર વર્ષે કેટલી ફરિયાદનો ઉમેરો થઈ રહ્યો છે, જેમા 60 ટકા ફરિયાદ મેડિક્લેઈમને લગતી, 15 થી 20 ટકા ફરિયાદ બિલ્ડર લગતી, બાકીની ફરિયાદ તોલમાપ વિભાગ અને ગ્રાહક સાથે છેતરપીંડીને લગતી છે.
સોથી વધુ ફરિયાદ અમદાવાદ, રાજકોટ, આણંદ, સુરત અને વડોદરામા નોંધાયાનું સામે આવ્યુ છે, એટલુ જ નહી પણ હવે 34 વર્ષે ગ્રાહક સુરક્ષા કાયદામા ફેરફાર આવતા વધુ લોકો ગ્રાહક સુરક્ષામા ફરિયાદ કરતા થશે અને ઝડપી કેસનો નિકાલ આવશે તેવુ પણ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના પ્રમુખનુ માનવુ છે.
કેસના વધતા પ્રમાણ સામે હજુ પણ જે પ્રકારે રાજ્યની વસ્તી છે જેની સામે જે ફરિયાદ નોંધાઈ રહી છે તે ફરિયાદોમાં આંકડાને ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ ઓછો ગણાવ્યો છે. જેમાં દરરોજ 100 જેટલી ફરિયાદ થાય એવો પણ ટાર્ગેટ નક્કી કરાયો છે. જેથી ગ્રાહકોને લાભ થાય. સાથે પેન્ડીંગ કેસ પાછળ ગ્રાહક ફોરમમા ઓછા જજ અને સભ્યો હોવાના કારણે પણ પેન્ડીંગ કેસની સંખ્યા વધી રહી હોવાનુ જણાવી તેમા ભરતી પ્રક્રિયા કરાય તેવી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીએ માંગ કરી છે, જેથી ગ્રાહકોને ઝડપી ન્યાય અપાવી શકાય.
આમ, દર વર્ષે લોકો એનકેન પ્રકારે છેતરાય છે અને નાણા ગુમાવે છે અને તેમાં પણ હવે આધુનિક યુગમા લોકો ઓનલાઈન છેતરપીંડીનો ભોગ પણ બની રહ્યા છે, જે ફરિયાદમા પણ વધારો થઈ રહ્યો છે. જે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતીના આંકડા કહી રહ્યા છે, તે શિવાય પોલીસ ચોપડે અને સરકારી વિભાગોમા પણ આવા પ્રકારની ફરિયાદો નોંધાતી હોય છે, જેના આંકડાનો અંદાજ આ જ આંકડા પરથી લગાવી શકાય છે. ત્યારે જરૂરી છે કે વધુને વધુ લોકો જાગૃત બને, જેથી લોકો સાથે બનતી ઘટનાઓ અટકાવી છેતરપીંડીનો આંક ઘટાડી શકાય.
આ પણ વાંચો: Rajkot: કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્રની તૈયારીઓ, તૈયાર છે સ્થળાંતર કરી શકાય એવી જોરદાર હોસ્પિટલ
આ પણ વાંચો: ખેડૂતોએ નવેમ્બર માસમાં શેરડી, ચણા, મગ અને ચોળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી