યુરિક એસિડની સમસ્યા દૂર કરવા માટે અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો
યુરિક એસિડ કિડનીના કાર્યને પણ અસર કરે છે. તે લોહી અને પેશાબને એકદમ એસિડિક બનાવી શકે છે. કેટલાક ઘરગથ્થુ ઉપચારની મદદથી યુરિક એસિડની સમસ્યામાં ઘણી હદ સુધી કાબુ મેળવી શકાય છે. જાણો આ ઘરેલું ઉપચાર.

કોરોનાના (Corona) કારણે મોટા ભાગના લોકોએ પોતાની પ્રોફેશનલ લાઈફ (Professional Life) ઘરેથી જ ચલાવવી પડે છે. આના કારણે વ્યક્તિની સક્રિયતા થોડી ઓછી થઈ ગઈ છે અને અન્ય બીમારીઓ (Diseases) પણ લપેટમાં લઈ રહી છે. આ રોગોમાંનો એક રોગ છે યુરિક એસિડનો (Uric acid). આના ઘણા કારણો છે, પરંતુ મહત્વનું કારણ છે આપણો ખોરાક. જો જોવામાં આવે તો આજકાલ યુરિક એસિડની સમસ્યા (Uric acid problem) સામાન્ય બની ગઈ છે. 30 વર્ષની વય વટાવી ચૂકેલા લોકોમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે. યુરિક એસિડ વધવાથી શરીરમાં સાંધાનો દુખાવો (Joint pain), સોજો (Swelling) અને આર્થરાઈટિસ (Arthritis)થાય છે.
એટલું જ નહીં, તે કિડનીની (Kidney) કામ કરવાની ક્ષમતાને પણ અસર કરે છે. તે લોહી અને પેશાબને એકદમ એસિડિક પણ બનાવી શકે છે. જો કે યુરિક એસિડની સમસ્યા હોય ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી માનવામાં આવે છે, પરંતુ કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તેને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. જાણો આ ઘરેલું ઉપચાર
પાણી પાણી શરીરને લગતી દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. વધુ ને વધુ પાણી પીવાથી શરીરમાંથી હાનિકારક તત્ત્વો બહાર નીકળી જાય છે અને કિડની પણ સારી રીતે કામ કરવા લાગે છે. તેથી, આજથી જ વધુને વધુ પાણી પીવાનો નિત્યક્રમ બનાવો.
પ્યુરિનયુક્ત ખોરાક ન ખાવો. એવું માનવામાં આવે છે કે યુરિક એસિડ પ્યુરિનયુક્ત ખોરાકની પાચન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. વટાણા, પાલક, મશરૂમ, સૂકા કઠોળ, ડુક્કરનું માંસ, ચિકન, માછલી, મટન, કોબીજ, રાજમા અને બીયરમાં પ્યુરિનનું પ્રમાણ જોવા મળે છે. તેથી, આવા ખોરાકની માત્રા ઓછી રાખો.
ફ્લેક્સસીડ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક ગણાતા ફ્લેક્સસીડ યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ અસરકારક છે. અળસીના બીજને આખી રાત પલાળી રાખ્યા પછી તેને સવારે ખાલી પેટ ચાવીને ખાઓ. તેનાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે.
ઓલિવ તેલ ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે અને તેનું સેવન યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો કે, ઓલિવ ઓઈલનું વધુ પડતું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
વ્યાયામ શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી જ જોઈએ. જો તમે નિયમિત કસરત કરો છો, તો તે યુરિક એસિડને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. જો વ્યાયામ કરવામાં કોઈ તકલીફ કે સમસ્યા થતી હોય તો સવારે ચોક્કસ ચાલવા જાવ. આમ કરવાથી શરીરની અન્ય સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચોઃ
Child Health : બાળકની ઊંચાઈ વધશે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? આ 2 સરળ રીતથી તમારું બાળક કેટલું ઊંચું હશે તેનો ખ્યાલ મેળવો
આ પણ વાંચોઃ