શું તમે પણ નથી કરતા ડિનર ? જાણી લો ડિનર ના કરવાથી થાય છે આ નુકશાન

|

Jun 16, 2022 | 11:26 PM

Healthcare Tips : દુનિયામાં એવા ઘણા લોકો હશે જેમ એમ વિચારતા હશે કે ઓછુ ભોજન કરીશું તો વજન જલ્દી ઘટશે. અને એટલે જ વજન ઘટાડવાના ચક્કરમાં લોકો ડિનર નથી કરતા. એક્સપર્ટના મતે તમારી ડિનર છોડવાની આદત ઘણા પ્રકારની સમસ્યાને આંમત્રણ આપી શકે છે.

શું તમે પણ નથી કરતા ડિનર ? જાણી લો ડિનર ના કરવાથી થાય છે આ નુકશાન
Healthcare Tips
Image Credit source: File Photo

Follow us on

જેમ કોઈપણ મશીનને ચલાવવા માટે ઓઈલની જરુર પડે છે તેમ આપણા શરીરને કાર્યરત રાખવા માટે ભોજનની જરુર પડે છે. પોષ્ટિક આહારમાંથી મળતા પોષક તત્વોથી જ શરીર સ્વસ્થ રહે છે. એવુ કહેવાય છે કે રાત્રે પાચનતંત્ર સારુ રાખવા માટે હળવુ ભોજન કરવુ જોઈએ.પરંતુ આનો અર્થ એ નથી કે તમારે માત્ર ડિનર જ ન કરવું જોઈએ. ઘણી વખત પોતાના સ્વાસ્થય (Health) અને વજનને લઈને ચિંતીત  લોકો ડિનર ખાવાનું છોડી દે છે. જો તમે પણ આમ કરો છો તો હવેથી આ આદતને ટાળો. ડિનર છોડવાથી ન માત્ર તમે નબળા પડી શકો છો, પરંતુ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ આમંત્રણ આપશો. ચાલો જાણીએ ડિનર છોડવાથી થતી આડ અસરો વિશે (Side Effects of Skipping Dinner).

ઊંઘમાં મુશ્કેલી

ખાલી પેટને કારણે ઊંઘ પર પણ અસર થાય છે. રાત્રે તીવ્ર ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે ખોટા સમયે કંઈક ખાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને અસર થાય છે. ઊંઘના અભાવને કારણે, તમે દિવસભર થાક અનુભવશો. આવી સ્થિતિમાં સ્વભાવમાં ચીડિયાપણું પણ આવે છે.

પેટના દુખાવાની સમસ્યા

રાત્રે ડિનર છોડવાથી ક્યારેક પેટમાં દુખાવો થઈ શકે છે. ઘણી વખત ખાલી પેટને કારણે લોકોને પેટમાં ગેસ થાય છે. તો આવું ના કરો. જો તમે વજન ઘટાડવાના ઈરાદાથી રાત્રિ ભોજન છોડો છો, તો સ્કિપ કરવાને બદલે ફાઈબરયુક્ત વસ્તુઓને આહારમાં સામેલ કરો. આ વસ્તુઓ સરળતાથી પચી જાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોષણની ખામીઓ

ભોજન છોડવું એ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે દરરોજ ડિનર છોડો છો, તો તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. જેના કારણે તમારા શરીરમાં શુગર લેવલ નીચે જઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે.

ઊર્જાનો અભાવ

દરરોજ ડિનર ન કરવાથી શરીરમાં ઉર્જાનો અભાવ થાય છે. આના કારણે શરીર અંદરથી નબળું પડવા લાગે છે, જેના કારણે થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. થોડા સમય પછી તેના કારણે, ઘણી નબળાઇ પણ અનુભવાય છે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. આ કારણે તણાવ અને ચિંતા વધશે.

Published On - 11:20 pm, Thu, 16 June 22

Next Article