AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડાયટિંગમાં પણ ખાઈ શકો છો સ્ટ્રીટ ફૂડ, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે કડક ડાયેટ પ્લાનને અનુસરે છે. આ દરમિયાન, ઘણીવાર સ્ટ્રીટ ફૂડનું (street Food) સેવન કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Health Tips : ડાયટિંગમાં પણ ખાઈ શકો છો સ્ટ્રીટ ફૂડ, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
street food
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:29 PM
Share

આપણામાંના મોટાભાગના લોકો જાણે છે કે સ્ટ્રીટ ફૂડ (street Food) ખુબ જ તેલવાળું અને વધુ કેલરીવાળું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ડાયેટમાં હોવાને કારણે ઘણા લોકો કોઈપણ પ્રકારના સ્ટ્રીટ ફૂડ નથી ખાઈ શકતા. પરંતુ શું તમે જાણો છો કે તમે ડાયેટ દરમિયાન પણ કેટલાક સ્ટ્રીટ ફૂડ ખાઈ શકો છો. આ વસ્તુઓમાં કેલરી ઓછી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આજે અમે તમને કેટલાક એવા સ્ટ્રીટ ફૂડ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ ડાયેટિંગ દરમિયાન પણ થઈ શકે છે.

પનીર ટીક્કા તંદૂરી પનીર ટીક્કા અને મલાઈ પનીર ટીક્કાથી લઈને મસાલા પનીર ટિક્કા સુધીની ઘણી બધી ટિક્કા છે જે તમે કોઈ પણ ચિંતા વગર આરામથી ખાઈ શકો છો. પનીર ટીક્કામાં તેલનું પ્રમાણ ઓછું છે. તેને ગ્રીલ અને તંદુર પર રાંધીને તૈયાર કરવામાં આવે છે. દહીં અને મસાલાની પેસ્ટ સાથે મેરીનેટેડ પનીર ટીક્કા ખાવાની સાથે સ્વાદિષ્ટ છે. તેનો સ્વાદ વધારવા માટે તમે ફુદીનાની ચટણીનો ઉપયોગ કરી શકો છો.

મૂંગલેટ મૂંગલેટ એ એક પ્રકારની ચણાના લોટ પુડલા છે. જે પીળી મગ દાળથી બને છે. મૂંગલેટ પ્રોટીનથી ભરપુર છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરીરાખે છે. મગની દાળને પલાળીને અને પીસી લીધા પછી તે ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ પુડલાનું ખીરું બનાવવામાં માટે બધી વસ્તુને મિક્સ કરીને એકદમ હલાવો. આ બાદમાં પેનમાં ખીરું પાથરો. ક્રિસ્પી કરવા માટે બંને તરફ પકાવો. આ પુડલા સાથે તમે આંબલીની ચટણી ખાઈ શકો છો.

ભેળપુરી ભેલપુરી એ એક મહારાષ્ટ્રિયન નાસ્તો છે જે આખા દેશમાં પ્રખ્યાત છે. ભેલ પુરીમાં મમરા, ડુંગળી, સેવ, ટામેટા, આમલીની ચટણી, ફુદીનાની ચટણી, લીંબુનો રસ અને મઠરીથી બનેલો સ્વાદિષ્ટ નાસ્તો છે જે તમે ગરમ ચા સાથે ખાઈશકો છો. આ નાસ્તો છે જે કેલરીમાં ખૂબ ઓછો છે. તમે તેને ડાયેટિંગ પર પણ માણી શકો છો.

શક્કરિયાના ચાટ ઉત્તર ભારતમાં શક્કરીયાની ચાટ ખૂબ જ લોકપ્રિય છે. તેમાં બાફેલી શક્કરીયા અને કેટલાક મસાલા હોય છે જે તંદુરસ્ત નાસ્તો છે. આ બનાવવા માટે, તમારે બાફેલી શક્કરીયા કાપીને તેમાં લીંબુનો રસ, ચાટ મસાલા, જીરું પાવડર, કાળા મીઠું ઉમેરવું પડશે. ડેકોરેશન માટે વાપરવાની સામગ્રી માટે તમે સેવ અને દાડમના દાણા ઉમેરી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">