Health Tips : બનાવેલી ચા ફરીથી ઉકાળીને પીવાથી થઇ શકે છે તમારા સ્વાસ્થ્યને નુકશાન

|

Sep 02, 2021 | 12:36 PM

ચા દરેકને પીવી પસંદ હોય છે. પણ કેટલીક વાર ઘણા કારણોસર લોકો એક વખત ચા બનાવ્યા પછી તેને વારંવાર ઉકાળીને પીવાનું રાખે છે. જે નુકશાનકારક છે.

Health Tips : બનાવેલી ચા ફરીથી ઉકાળીને પીવાથી થઇ શકે છે તમારા સ્વાસ્થ્યને નુકશાન
Health Tips

Follow us on

શું તમે ચાને ચાહો છો અને ક્યારેક -ક્યારેક તેને ફરી ગરમ કરીને પીઓ છો? તો સાવચેત રહો કારણ કે ચાને ફરીથી ગરમ કરવી એ ચોક્કસપણે તંદુરસ્ત આદત નથી. ચા લગભગ ભારતીયો માટે રાષ્ટ્રીય પીણા જેવી છે, આપણે બધા ચાને એટલો પ્રેમ કરીએ છીએ કે ઘણા લોકો તેને જાદુઈ દવા ગણીને ઘણી વાર પી લે છે. દૂધની ચા ખૂબ જ અનોખો સ્વાદ ધરાવે છે અને દેશભરમાં આ ચા મોટાભાગે પીવાય છે.

કેટલાક લોકો જે આળસુ હોય છે તે પહેલા ચા તૈયાર કરે છે અને પછી તેને ફરી ગરમ કરીને પીવાનું પસંદ કરે છે. જો કે, ચાને ફરીથી ગરમ કરવું હાનિકારક હોઈ શકે છે. અહીં કેટલાક કારણો છે જેમાં અમે તમને બતાવીશું કે ચા ફરી શા માટે ગરમ કરીને ન પીવી જોઈએ.

સ્વાદ અને સુગંધ અવરોધે છે
ચાને ફરીથી ગરમ કરવાનો પ્રથમ અને અગત્યનો ગેરલાભ એ છે કે ગરમી એ તમામ સ્વાદ અને સુગંધને ચોરી લે છે. એટલું જ નહીં, પરંતુ ફરીથી ગરમ કરવાથી તેના પોષક ગુણધર્મો પણ નાશ પામે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બેક્ટેરિયા વધારે છે 
જો તમે 4 કલાકથી વધુ સમય માટે ચા રહેવા દો છો અને પછી ફરીથી ગરમ કરવાનો વિચાર કરતા હોય તો તમારે તે તરત જ બંધ કરવું જોઈએ. બાકી રહેલી ચા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ વિકસાવવાનું શરૂ કરે છે અને તે તમારા સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. દૂધ સાથે જે ચા બને છે, તેમાં સૂક્ષ્મ જીવાણુઓના વિકાસનો દર વધારે છે. હર્બલ ટી વિશે વાત કરીએ તો ઓવર હિટિંગ કરતા તે તેના તમામ પોષક તત્વો અને ખનિજો ગુમાવે છે

બીમારીનું કારણ બની શકે છે
ફરીથી ગરમ કરેલી ચા પીવી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે જ્યારે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે તમામ ખનિજો અને સારા સંયોજનો બહાર નીકળી જાય છે અને તેથી આ પીવું જોખમી સાબિત થાય છે. જો તમે ચાને ફરીથી ગરમ કરવાની આ આદત ન છોડો. તો તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અને પેટમાં અસ્વસ્થતા, ઝાડા, ખેંચાણ, બળતરા, ઉબકા જેવી મોટી સમસ્યાઓ વારંવાર થઇ શકે છે.

 

આ પણ વાંચો :

શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !

Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ

Next Article