શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !

તંદુરી રોટી ખાધા પહેલા તમારે એ જાણવું જોઈએ કે તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે કે નહી ?

શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !
તંદુરી રોટી

તહેવારો હોય કે લગ્ન, તંદૂરમાં પકાવવામાં આવતી રોટલીઓ દરેકનું ધ્યાન ખેંચે છે અને કોઈ તેને ના પણ કહી શક્તુ નથી. શાક ભલે ગમે તે હોય, જો તેની સાથે તંદૂરી રોટી (Tandoori Roti) મળી જાય તો ભોજનનો સ્વાદ અને ભૂખ બંને ડબલ થઈ જાય છે. લોકો બહાર ક્યાંક જમવા જાય ત્યારે રેસ્ટોરન્ટમાં (Restaurant) તંદુરી રોટી મંગાવે છે. તંદૂરી રોટી તંદુરમાં પકવવામાં આવે છે, જે કોલસાની સુગંધ આપે છે. આવી પરીસ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે તંદુરી રોટી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી

શાં માંથી બને છે તંદુરી રોટી 

તંદૂર રોટલીઓ મેંદામાંથી બને છે, સતત મેંદાના સેવનથી અનેક રોગો થાય છે. તંદુરી રોટીમાં 110 થી 150 કેલરી હોય છે. મેંદો પચવામાં પણ ભારે હોય છે. આ માટે પેટ સબંધીત રોગો થવાની શક્યતા વધી જાય છે.

તંદુર રોટીના કારણે ડાયાબીટીસ અને હ્રદય સબંધીત રોગ થવાની શક્યતા પણ વધી જાય છે.

મેંદાના લોટનો ઉપયોગ કરીને તંદુરી રોટી બનાવવામાં આવે છે, જે શરીરમાં ખાંડનું સ્તર વધવાનું કારણ બને  છે. તેમાં ખૂબ જ વધારે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે.

તંદુરી રોટલીમાં મેંદાના લોટની હાજરીને કારણે હૃદયરોગનું જોખમ પણ વધારે રહે છે. જો તમારે તંદુરી રોટલી ખાવી જ હોય તો ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટલી ખાવી જોઈએ.

સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંદુરી રોટી જમવામાં ઓછી ઉપયોગમા લેવી જોઈએ. પણ તેમ છતા તમને તંદુરી રોટી ખાવાનું મન થઈ રહ્યું છે  તો રોટલી બનાવવા માટે મેંદાને બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો, તો તમે તેમાં અડધો મેંદાનો  લોટ અને અડધો ઘઉંનો લોટનો ઉપયોગ કરીને પણ રોટી બનાવી શકો છો. આ સિવાય તેને બનાવવા માટે ઓવનનો ઉપયોગ કરો. આમ કરવાથી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ થશે, અને તમે પણ સ્વસ્થ પણ રહેશો.

આ પણ વાંચો :  Delta Plus Variant : મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ, દરેક પરિસ્થિતિ પર નજર રાખવા નિષ્ણાંતોની ચેતવણી

આ પણ વાંચો :  Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો

Click on your DTH Provider to Add TV9 Gujarati