Health Tips : જાણો દાંતના દુ:ખાવાને એક મિનિટમાં દૂર કરવાનો ઉપાય

દાંતનો દુ:ખાવો જયારે થાય છે ત્યારે વ્યક્તિ હેરાન થઇ જાય છે. આ દુ:ખાવા માટે જયારે દવા ન મળે ત્યારે આ ઘરેલુ ઉપાય કરીને તમે દાંતના દુ:ખાવાથી છુટકારો મેળવી શકો છો.

Health Tips : જાણો દાંતના દુ:ખાવાને એક મિનિટમાં દૂર કરવાનો ઉપાય
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 10:49 AM

જે કોઈ દાંતના દુ:ખાવાથી પીડાય છે તે જ સમજે છે કે શરીરમાં સૌથી ખરાબ અને હેરાન કરનારી પીડા દાંતનો દુ:ખાવો છે. જે ખરેખર અસહ્ય છે. હકીકતમાં, તેની પીડા એટલી તીવ્ર હોય છે કે તે તમને મૂંઝવણમાં મૂકે છે, જે તમને આખો દિવસ ખરાબ મૂડમાં રાખે છે. ખાવાનું તો મુશ્કેલ થઇ જ જાય છે પણ વાત કરવી પણ મુશ્કેલ બની જાય છે. દાંતના દુ:ખાવાને દૂર કરવાની સૌથી અસરકારક રીત એ છે કે ઝડપથી ડોક્ટરની સલાહ લો.

સામાન્ય રીતે, દાંતનો દુ:ખાવો મોડી સાંજે અનપેક્ષિત રીતે જોવા મળે છે અને તે સમયે ડોક્ટર પાસે જવું શક્ય નથી. તમે દર્દ ઘટાડવા માટે મેડિકલની દુકાન પર પણ જઈ શકો છો અને પેઈનકિલર લઈ શકો છો. પરંતુ જો તમે લાંબી સફર પર જાઓ છો અથવા એવી જગ્યાએ છો જ્યાં કોઈ ડોક્ટર નથી, દવાની દુકાન નથી. દાંતના દુ:ખાવાને દૂર કરવા માટે કોઈ ગોળી પણ નથી. તે પરિસ્થિતિમાં તમારા અને અન્ય લોકો માટે ઉપાય શું છે ? જો કે તેનો ઈલાજ ઝડપથી ઘરે મળી જશે.

દાંતનો દુ:ખાવો એવો છે કે ઊંઘમાં પણ તે અનુભવી શકાય છે. જેના લીધે ખાવું અને સૂવું બંને ખોરવાય છે. પરંતુ ડોક્ટરને મળતા પહેલા માત્ર એક મિનિટમાં આ જીવલેણ પીડામાંથી છુટકારો મેળવવા માટે તમારે બે બાબતો કરવાની જરૂર છે. લવિંગ પાવડર અને નાળિયેર તેલનું મિશ્રણ આ સમસ્યાને કુદરતી રીતે ઉકેલવા માટે પૂરતું છે. એક મિનિટમાં દાંતના દુ:ખાવામાંથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય શ્રેષ્ઠ દવા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લવિંગ અને નાળિયેર તેલ દરેક ઘરમાં હોય છે. તેને ઘરે કેવી રીતે બનાવવું તે જાણો.

અડધી ચમચી લવિંગ પાવડર અને અડધી ચમચી નારિયેળ તેલનું મિશ્રણ બનાવો. પીડાદાયક દાંત કે પેઢા પર આ મિશ્રણ લગાવો. એક મિનિટ પછી દાંતનો દુ:ખાવો અદૃશ્ય થઈ જશે. તમને પહેલા કરતા વધારે આરામદાયક લાગશો. જો તમે આ મિશ્રણને દિવસમાં ત્રણ વખત લગાવો તો તમને વધુ સારા પરિણામો મળશે.

લવિંગ નીલગિરી જેવા તત્વો જે ઝડપથી પીડા દૂર કરવાનું કામ કરે છે, જ્યારે નાળિયેર તેલ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. દરેકને આ અસરકારક ઘરેલૂ ઉપાય જાણવો જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Immunity booster : ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી અને કાળા મરીના ઉકાળાનું સેવન કરો

g clip-path="url(#clip0_868_265)">