Health Tips : પાચનશક્તિ વધારવા સહીત હાડકા અને દાંત માટે પણ કેવી રીતે ગુણકારી છે ખસખસ, એ જાણો

ખસખસના બીજમાં કોડીન, મોર્ફિન, થેબેઈન અને અન્ય વિવિધ અફીણ એલ્કલોઈડ હોય છે, જે પીડા ઘટાડવા અને શાંત થવાનું કામ કરે છે.

Health Tips : પાચનશક્તિ વધારવા સહીત હાડકા અને દાંત માટે પણ કેવી રીતે ગુણકારી છે ખસખસ, એ જાણો
Benefits of poppy seeds (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 7:23 AM

ખસખસ અસંખ્ય ગુણો સાથે એક ખાસ ઔષધિ છે. તે પેપાવર સોમ્નિફેરમ નામના છોડનું બીજ (Seed )છે. ખસખસ સિવાય તેને હિન્દી ભાષામાં અફિમના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું અંગ્રેજી નામ Poppy seeds છે. સમગ્ર વિશ્વમાં ખસખસની ખૂબ માંગ છે, તેથી તે ભારત(India ) અને ઓસ્ટ્રેલિયા(Australia ) સહિત યુરોપના ઘણા દેશોમાં ઉગાડવામાં આવે છે.

ખસખસના સ્વાસ્થ્ય લાભો

ખસખસમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોની સાથે સાથે અનેક પ્રકારના સંયોજનો પણ જોવા મળે છે, જેની મદદથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઈલાજ કરી શકાય છે. ખસખસના મુખ્ય સ્વાસ્થ્ય લાભોમાં પણ સમાવેશ થાય છે –

ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આટલી વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી
કપૂર પરિવાર PM મોદીને મળ્યો, જુઓ ફોટો
Carrot Benefits : એક દિવસમાં કેટલા ગાજર ખાવા જોઈએ?
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 11-12-2024

દુખાવામાં ઘટાડો – ખસખસના બીજમાં કોડીન, મોર્ફિન, થેબેઈન અને અન્ય વિવિધ અફીણ એલ્કલોઈડ હોય છે, જે પીડા ઘટાડવા અને શાંત થવાનું કામ કરે છે.

ત્વચાને સ્વસ્થ રાખે છે – ખસખસમાં ખાસ મોનો-સેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ત્વચાને સ્વાસ્થ્ય માટે લાભ આપે છે. લિનોલેનિક એસિડ ખસખસના બીજમાં જોવા મળે છે, જે ખરજવું જેવા ચામડીના રોગોની સારવારમાં પણ મદદ કરી શકે છે.

પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે – ખસખસમાં જોવા મળતા ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અભ્યાસ મુજબ ખસખસ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે.

ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે – કેટલીક સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને જાણવા મળ્યું છે કે ખસખસના તેલમાંથી બનાવેલ ઉત્પાદનોનો ઉપયોગ કરીને તેમની પ્રજનન ક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો છે. ખસખસના તેલમાંથી બનેલી ઘણી દવાઓ છે જેનો ઉપયોગ ફેલોપિયન ટ્યુબ સંબંધિત કેટલીક સમસ્યાઓની સારવાર માટે થાય છે.

હાડકાં અને દાંતને રાખો સ્વસ્થઃ- ખસખસમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જેના કારણે શરીર હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત, કેલ્શિયમનો ઉપયોગ ઘણા શારીરિક કાર્યો માટે પણ થાય છે જેમ કે હોર્મોન્સ અને ઉત્સેચકો સ્ત્રાવ કરવા, રક્ત વાહિનીઓમાં સામાન્ય પ્રવાહ જાળવવા અને સ્નાયુઓને હલનચલન રાખવા વગેરે.

આ સિવાય ખસખસમાં ઝિંક, મેગ્નેશિયમ, પ્રોટીન, આયર્ન અને સોડિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે શરીરને અલગ-અલગ સ્થિતિમાં લાભ આપે છે. જો કે,ખસખસના સ્વાસ્થ્ય લાભો અભ્યાસ પર આધારિત છે અને તેની અસર વ્યક્તિ-વ્યક્તિમાં બદલાઈ શકે છે.

આ પણ વાંચો : Women Health : બે-ત્રણ મહિને પિરિયડ આવવાથી રહો છો પરેશાન ? વાંચો આ ચાર ટિપ્સ

આ પણ વાંચો : Lifestyle : દરરોજ જીભ સાફ કરવી કેટલું જરૂરી ? જાણો જીભ સાફ રાખવાના ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">