AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસોડામાં રહેલા આ નાનકડાં મસાલાથી ચપટીમાં દુર થશે અનેક રોગો, તેનું સેવન કેવી રીતે કરવું

મસાલાનો ઉપયોગ માત્ર રસોઈના સ્વાદ માટે જરુરી હોય છે, આ સાથે તે સ્વાસ્થ માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. તો ચાલો આજે જાણીએ નાનકડાં જાયફળના ગુણ અને સ્વાસ્થ માટે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

રસોડામાં રહેલા આ નાનકડાં મસાલાથી ચપટીમાં દુર થશે અનેક રોગો, તેનું સેવન કેવી રીતે કરવું
| Updated on: Aug 28, 2024 | 12:28 PM
Share

મસાલાને રસોઈની રાણી કહેવામાં આવે છે અને ભારતીય ઘરોમાં તો હંમેશા મસાલેદાર રસોઈ ખાવાનું લોકો પસંદ કરે છે. સ્વાદમાં તડકો લગાવવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. એક મસાલો તો સ્વાદ અને સુંગઘની સાથે ગુણથી ભરેલો છે. આ મસાલાનો ઉપયોગ દાદી-નાની પોતાના નુસખામાં પણ કરતી રહે છે. આ મસાલાઓમાંથી એક છે જાયફળ. જે જોવામાં તો નાનું હોય છે પરંતુ તેના ગુણ એટલા છે કે, તે સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તેમજ અનેક હેલ્થ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં લાભદાયક છે.

જાયફળના પાઉડરને સલાડ અને સુપ ઉપર છાંટી ખાય શકો છો. આ સિવાય ડેઝર્ટસમાં પણ જાયફળના પાઉડરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.તમે આ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં અનેક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, તો ચાલો જાણીએ તેના ફાયદા અને નુસખા વિશે.

ઊંઘ સુધરશે

જે લોકોને રાત્રે ઊંઘની સમસ્યાઓ હોય છે. તેમને સુતાં પહેલા ગરમ દુધમાં જાયફળનો પાઉડર મિક્સ કરી પીવું જોઈએ. જેનાથી તણાવ-થાકથી રાહત મળે છે અને બ્લ્ડ સર્કુલેશન સારું થાય છે. આ સિવાય જાયફળના તેલથી મસાજ કરવાથી માંસપેશિયોના દુખાવોથી રાહત થાય છે. જેનાથી સારી ઊંઘ લેવામાં પણ મદદ મળે છે.

શરદી અને ઉધરસમાં રાહત મળશે

જાયફળ નાના બાળકો માટે ખુબ ફાયદાકારક છે. બાળકોને જો કોઈ ઈજા થાય તો માતાના દૂધમાં જાયફળ નાંખી બાળકોને પીવડાવવું જોઈએ, જેનાથી બાળકોને શરદી અને ઉધરસમાં પણ ખુબ રાહત મળે છે.

કબજિયાતમાં રાહત મેળવવા માટે જાયફળનું આ રીતે સેવન કરો

જે લોકોનો કબજિયાતની સમસ્યા રહે છે. તેના માટે જાયફળ ફાયદાકારક છે. જાયફળના પાઉડરને ગરમ પાણીમાં નાંખી દરરોજ સવારે પીવાથી કબજિયાતની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ પેટમાં થનાર ગેસ અને અપચોમાં પણ આરામ મળે છે.

આ વાતનું પણ ધ્યાન જરુર રાખો

જાયફળની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઋતુ પ્રમાણે આનું સેવન કરવું જોઈએ. અન્ય દવા ચાલુ હોય કે પછી પ્રેગ્નેસીમાં પણ આ નુસખને અપનાવતા પહેલા જાયફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">