AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ઉંમર પ્રમાણે ઊંઘ લેવી છે અત્યંત છે જરૂરી, નહીં તો પડી શકો છો બીમાર

તમે આ વાત નહીં માનશો પણ ઉંમર પ્રમાણે ઊંઘ લેવા પાછળ પણ ઘણા કારણો છે. અને જો તેમ ન કરીએ તો આપણે બીમાર પણ પડી શકીએ છીએ.

Health Tips: ઉંમર પ્રમાણે ઊંઘ લેવી છે અત્યંત છે જરૂરી, નહીં તો પડી શકો છો બીમાર
Health Tips: Getting sleep according to age is extremely necessary, otherwise you may fall ill
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:13 AM
Share

Health Tips: સારી ઊંઘSleep ) સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ ઉંમરે(age ) કેટલી ઊંઘ લેવી જરૂરી છે ? વડીલોની ઉંઘનો સમય અલગ હોય છે. જયારે બાળકોએ પણ તેમની ઉંમર પ્રમાણે કેટલા કલાકની ઊંઘ લેવી હિતકારક છે તે અમે તમને જણાવીશું.

કેટલાક લોકો વધારે ઊંઘ લેવા માંગે છે. પછી ભલે ને આખી રાત તેમણે કેટલી પણ ઊંઘ લીધી હોય અને દિવસભર ભલે ને કેટલો પણ આરામ કરી લીધો હોય. જો કે, માણસને કેટલો સમય ઊંઘવાની જરૂર છે તે તેની ઉંમર પર આધાર રાખે છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના મેડિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રાજ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે વ્યક્તિને ખરેખર કેટલા કલાકની ઊંઘની જરૂર છે તે પ્રશ્નનો જવાબ હજી સુધી શોધી શકાયું નથી.ઊંઘની જરૂરિયાત જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે.

કેટલાક લોકો ઉંમરને ધ્યાનમાં લીધા વગર ઊંઘતા નથી. આવા લોકોની લાંબા સમય પછી બીમાર થવાની શક્યતા વધારે છે. ખાસ કરીને, તે હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને માનસિક વેદના જેવી સમસ્યાઓનું કારણ બને છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ઓછી ઊંઘ આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે. દાસગુપ્તાએ કહ્યું કે આવા લોકો ચિંતા, ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી બીમારીઓથી પીડાય તેવી શક્યતા વધારે છે.

જોકે આ ઊંઘની અસર બાળકોમાં પણ અનુભવાય છે. કેટલાક બાળકો આખો દિવસ ઊંઘતા દેખાય છે. દાસગુપ્તાએ જણાવ્યું હતું કે બાળકોને 17 થી 20 કલાકની ઊંઘ મળે છે. 4 મહિનાથી 12 મહિનાના બાળકોને 12 થી 16 કલાકની ઊંઘની જરૂર છે. તબીબી નિષ્ણાતો સૂચવે છે કે 1 થી 3 વર્ષની વયના શિશુઓને 11 થી 14 કલાકની ઊંઘ મળવી જોઈએ. 3 થી 5 વર્ષની વયના બાળકોને 10 થી 13 કલાક અને 6 થી 12 વર્ષના બાળકોને નવથી 12 કલાકનીઊંઘ મળવી જોઈએ. અને કિશોરોને આઠથી 10 કલાકની ઊંઘની જરૂર છે

યોગ્ય સમયે પૂરતો આરામ અને ઊંઘ મેળવતા યુવાનો સક્રિય અને એક્ટિવ રહેશે. તેમની યાદશક્તિ સારી રહે છે. જેઓ સારી રીતે ઊંઘ લે છે તેમને થાક લાગતો નથી. તેથી ઊંઘના ભોગે ટીવી અને સેલ ફોન વાપરીને તમારા સ્વાસ્થ્યને બગાડવા ન દો.

આ પણ વાંચો : Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
g clip-path="url(#clip0_868_265)">