Health Tips: શરીરમાં જો દેખાય આ તકલીફ તો ના કરો ઈગ્નોર, આપે છે પ્રોટીનની ઉણપના સંકેત
પ્રોટીન સ્નાયુઓની સાથે આપણી ચામડી ઈન્જાઈમ્સ અને હોર્મોન્સ સુધી લોહી પહોંચતુ પણ બંધ કરી શકે છે. શરીરના તમામ અંગો માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ વધે છે.
પ્રોટીન ( Protein) નુ મુખ્ય કાર્ય શરીરને સુધારવાનુ છે.કુલ કેલેરીની જરૂરીયાતમાં 20 થી 35 ટકા ભાગ પ્રોટીનનો હોવો જાઇએ. એટલે જ દરરોજ પ્રોટીનની માત્રા રોજિંદા આહારમાં લેવાવી જોઇએ. દરરોજ યોગ્ય માત્રામાં પ્રોટીન લેવાથી વ્યક્તિની ઉંમર, વજન, દૈનિક કાર્ય ખુબ અસરકારક સાબીત થાય છે.પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ માટે અત્યંત જરૂરી તત્વ છે. પ્રોટીન સ્નાયુઓની સાથે આપણી ચામડી ઈન્જાઈમ્સ અને હોર્મોન્સ સુધી લોહી પહોંચતુ પણ બંધ કરી શકે છે. શરીરના તમામ અંગો માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. શરીરમાં પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારની શારીરિક મુશ્કેલીઓ વધે છે. આવો તમને જણાવીએ એવા લક્ષણો જે શરીરમાં પ્રોટીનની ઉણપ (Protein Deficiency) ને દર્શાવે છે.
એડિમા:
શરીરનો કોઈ પણ અંગે ફૂલવા લાગે છે તો મેડિકલ ભાષામાં તેને એડિમા કહે છે. વૈજ્ઞાનિક કહે છે તે આ હ્યુમન સીરમ એલ્બુમિનની ઉણપથી ઓછું થાય છે. પરંતુ લોહી અથવા લોહી પ્લાઝ્માના લિક્વીડ પાર્ટમાં પ્રોટીન હોય છે. પ્રોટીનની ઉપણ પેટમાં સોજાની સમસ્યાને વધારી શકે છે. એટલે આવા લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ.
ફૈટી લિવર:
પ્રોટીનની ઉણપથી ફૈટી લિવર અથવા લિવરની કોશિકાઓમાં ચરબીની સમસ્યા વધારી શકે છે. જો શરીરમાં પ્રોટીનની ઉણપ પર ધ્યાન ન આપવામાં આવે તો આ મુશ્કેલી ફૈટી લિવર ડિસીસનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેના કારણે લિવરમાં સોજો, લિવરમાં ઘા અથવા લિવર ફેલિયર જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ફૈટી લિવરની સમસ્યા સામાન્ય રીતે જાડાપણાથી પીડાતા અથવા આલ્કોહોલનું વધુ સેવન કરતાં લોકોને વધુ થાય છે.
ચામડી, વાળ અને નખ
પ્રોટીનની ઉણપ વધુ પ્રમાણમાં ચામડી, વાળ અને નખ પર પોતાની છાપ છોડી જાય છે. તેને બનાવવામાં પ્રોટીનની સૌથી મોટી ભૂમિકા છે. દાખલા તરીકે પ્રોટીનની ઉણપગ્રસ્ત લોકોની ચામડી ફાટવા લાગે છે. ડાઘ, લાલ નિશાન પડવા લાગે છે. વાળ પાતળા થવા લાગે છે અને ઉતરવા પણ લાગે છે. આ સિવાય નખ સૌથી વધુ નબળા બની જાય છે.
સ્નાયુઓને નુકસાન:
સ્નાયુઓ માટે પ્રોટીન સૌથી વધુ જરૂરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે તો શરીર, ફંક્શન અને જરૂરી અવયવો માટે પ્રોટીન લેવા લાગે છે. પ્રોટીનની ઉણપથી સ્નાયુઓને મોટુ નુકસાન પહોંચે છે. ખાસ કરીને વૃદ્ધોમાં આ મુશ્કેલી વધુ ગંભીર છે.
હાડકાઓનું ફ્રેક્ચર:
પ્રોટીનની ઉણપથી એકલા સ્નાયુઓ પ્રભાવિત નથી થતાં. પરંતુ હાડકાઓની અંદર પણ તેની ઉંડી અસર પડે છે. પ્રોટીનની ઉણપ આપણા હાડકાઓને નબળા પાડવા લાગે છે અને તેમના તૂટવાનું એટલે કે ફ્રેક્ચર થવાનું જોખમ ઘણુ જ વધી જાય છે.બાળકોનો શારીરિક વિકાસ:
પ્રોટીન ના માત્ર આપણા સ્નાયુઓ અને હાડકાઓ માટે જરૂરી છે પંરતુ આપણા શરીરના વિકાસ માટે પણ બહુ જ જરૂરી છે, પ્રોટીનની ઉણપથી બાળકોનો શારીરિક વિકાસ અવરોધાય છે. જેના કારણે બાળકો કુપોષણનો શિકાર બને છે. આવા અનેક અધ્યયન સામે આવી ચૂક્યા છે જે પ્રોટીન અને શારીરિક વિકાસ વચ્ચે મજબૂતાઈ દર્શાવે છે.
ઈન્ફેક્શનનું જોખમ:
આપણી ઈમ્યુનિટી સિસ્ટમ પર પણ પ્રોટીનની ઉણપની સૌથી વધુ અસર જોવા મળે છે. ઈમ્યુનિટી સિસિટમ ખરાબ થવાથી ઈન્ફેક્શનના સંપર્કમાં આવવાનું જોખમ ઘણું જ વધી જાય છે. ડોક્ટર્સ પણ કહે છે કે પ્રોટીનની ઉણપથી પણ ઈમ્યુન ફંક્શનમાં મુશ્કેલીઓ આવી શકે છે. એક અધ્યયન મુજબ વૃદ્ધોમાં સતત 9 સપ્તાહ સુધી પ્રોટીનની ઉણપના કારણે ઈમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે.
સ્થૂળતાથી મુશ્કેલી:
શું તમે જાણો છો કે ભૂખ લાગલું પણ પ્રોટીનની ઉણપનું એક લક્ષણ છે. જ્યારે શરીરને પ્રોટીન મળે છે તો તમારી ભૂખ વધીને પ્રોટીન લેવાના સંકેત આપે છે. પ્રોટીની જગ્યાએ હાઈ કેલેરી ફૂડનું સેવન પણ સ્થૂળતાની સમસ્યાને ઉજાગર કરી શકે છે. હાલમાં સમયમાં સ્થૂળતા એક મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે.
કેવી રીતે મેળવશો પ્રોટીન?
શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે ઈંડા, દહી, દૂધ, પનીર, ચીકન, મસૂરની દાળ, શાકભાજી, બ્રોકલી, બદામ અને ઓટ્સ જેવી વસ્તુઓનું સેવન કરી શકાય છે. આ તમામ વસ્તુઓમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.
આ પણ વાંચો :Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો
આ પણ વાંચો : Health: ઊંઘની કમી સ્વાસ્થ્ય પર કરે છે ખરાબ અસર, કેન્સર જેવી બીમારીનું થવાનું જોખમ