Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી એસઓપી જાહેર કરે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી.
ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાની નવી એસઓપી(Corona Guidelines) જાહેર કરે તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી. આ નવી એસઓપીમાં રાત્રી કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી શકે છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધીનો થઈ શકે છે. રાજ્યના 8 મનપા વિસ્તાર સિવાયના 27 શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા જ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાંથી મુક્તિ મળી શકે છે. રાજ્યના મુખ્યપ્રધાને ગિફ્ટ સિટીમાં એક બેઠકને સંબોધતા માસ્ક હટાવવાના સંકેત આપ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે મહામારીમાંથી બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ બહાર આવીશું. આ અંગે કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક પહેરવો ફરજિયાત કરાયો છે. ગુજરાત હાઈકોર્ટે નિયમનો ભંગ કરનારા સામે 1 હજાર રૂપિયાનો દંડ વસુલવા આદેશ કર્યો હતો.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે સરકાર રાત્રિ કરફ્યુમાં વધુ છૂટછાટની જાહેરાત કરી શકે છે. તેમજ હાલ રાજ્યમાં કોરોના વેકસીનેશનના બુસ્ટર ડોઝની કામગીરીને વધુ વેગ આપી શકે છે.
આ પણ વાંચો : Sabarkantha : આંગડિયા કર્મચારીનું અપહરણ કરી લૂંટ ચલાવાઈ
આ પણ વાંચો : Porbandar : માછીમારીઓના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ મુદ્દે કોસ્ટ ગાર્ડ અને માછીમારો વચ્ચે બેઠક