Health Tips : શું તમને પણ આ રીતે પાણી પીવાની આદત છે? આ આદત તમારા શરીરને રોગોનું ઘર બનાવી શકે છે!
આજકાલ લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે આ પદ્ધતિ બિલકુલ ખોટી છે. જેના કારણે તમારા શરીરને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી શકે છે. અહીં જાણો ઉભા રહીને પાણી પીવાના ગેરફાયદા અને પાણી પીવાની સાચી રીત.
પાણી(Water) પીવુ એ દરેક માણસ માટે ખૂબ જ જરુરી છે. માનવ શરીર(human body)નો લગભગ 60-70 ટકા ભાગ પાણીથી બનેલો છે. પાણી પીવાથી આપણા શરીરના ઝેરી તત્વો યુરિન અને પરસેવા(Sweating) દ્વારા બહાર નીકળી જાય છે. આ રીતે આપણું શરીર દરેક પ્રકારના રોગો(Diseases)થી સુરક્ષિત રહે છે. આનાથી તમે સમજી જ ગયા હશો કે શા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો આપણને વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ પીવાના પાણીનો પૂરો લાભ લેવા માટે તેને યોગ્ય રીતે પીવું ખૂબ જ જરૂરી છે.
આજકાલ આપણામાંથી મોટાભાગના લોકો બોટલમાંથી ઉભા રહીને પાણી પીવે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે આ પદ્ધતિ બિલકુલ ખોટી છે. ઉભા રહીને પાણી પીવાથી આપણા શરીરના હાડકાં અને સાંધાઓ પર ખરાબ અસર પડે છે. જેના કારણે શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ ઉભા રહીને પાણી પીતા હોવ તો આજે જ આ આદતને સુધારી લો. જાણો ઉભા રહીને પાણી પીવાના ગેરફાયદા અને પાણી પીવાની સાચી રીત.
સંધિવાનું જોખમ
ઉભા રહીને પાણી પીતી વખતે પાણી તમારા શરીરમાંથી ઘૂંટણ તરફ જાય છે અને ત્યાં ભેગું થાય છે. આવી સ્થિતિમાં ઘૂંટણ પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે સાંધાના હાડકા નબળા પડી જાય છે અને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થાય છે. ધીમે-ધીમે દર્દની આ સમસ્યા આર્થરાઈટિસનું સ્વરૂપ લઈ લે છે.
કિડની નુકસાન
ઉભા રહીને પાણી પીવાથી પાણી ફિલ્ટર કર્યા વગર દબાણ સાથે પેટમાં જાય છે. જેના કારણે તમામ ઝેરી તત્વો મૂત્રાશયમાં જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં, કિડનીને નુકસાન થવાનું જોખમ રહેલું છે. આ સિવાય ઉભા રહીને પાણી પીવાથી પણ અપચો અને કબજિયાત થઈ શકે છે.
ફેફસા પર અસર
ઊભા રહીને પાણી પીવાની અસર ફેફસાં અને હૃદય પર પણ પડે છે. આના કારણે ઘણી વખત ખોરાક અને વિન્ડ પાઇપમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે. આ સ્થિતિ મનુષ્ય માટે જીવલેણ પણ બની શકે છે.
જાણો પાણી પીવાની સાચી રીત
આયુર્વેદ અનુસાર પાણી હંમેશા બેસીને અને ઘુંટડે ઘુંટડે આરામથી પીવું જોઈએ અને તેને હંમેશા ગ્લાસ અથવા કોઈપણ વાસણમાંથી પીવું જોઈએ, બોટલમાંથી નહીં. આ સિવાય હૂંફાળું અથવા રૂમ ટેમ્પરેચરવાળુ પાણી પીવું જોઈએ. ફ્રીજનું ઠંડુ પાણી પણ નુકસાનકારક છે.
જમ્યા પહેલા તરત અને જમ્યા પછી અડધા કલાક સુધી પાણી ન પીવું જોઈએ. જમતા પહેલા તરત જ પાણી પીવાથી પેટની નાની આગ બુઝાઈ જાય છે, જેના કારણે ભૂખ નથી લાગતી. બીજી તરફ, ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં ખલેલ પડે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચોઃ Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન