Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન

મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

Surat : હુનર હાટે લોકોને રોજગારી જ નહીં નવી જિંદગી પણ આપી છે, વાંચો યુપીના યુવકનું કેવી રીતે બદલાયું જીવન
Hunar Hatt Success Story
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:09 PM

કોરોના મહામારીથી(Corona ) દેશભરમાં લોકડાઉન લાગુ થયું . જેને કારણે હજારો લોકો બેરોજગાર(Jobless ) બન્યા હતા . આવી જ પરિસ્થિતિ ઉત્તર પ્રદેશના ખુર્જામાં રહેતા 43 વર્ષીય મોહમ્મદ શાકિરની થઇ હતી . ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન મહિને તેર હજાર રૂપિયાને ભાડે શરૂ હતી . પરંતુ લોકડાઉનને કારણે ધંધો – રોજગાર બંધ થઇ જતાં એક વર્ષ બેરોજગાર રહ્યા હતા . જેને કારણે દેવાદાર થઇ ગયા હતા .

પરિસ્થિતિ એટલી મુશ્કેલ બની ગઈ હતી કે એક સમયે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો . હાલ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં દેશભરમાંથી કલાકારો – કારીગરો શિલ્પીકારો આવ્યા છે . હુનર હાટમાં આવા જ એક કારીગર ઉત્તર પ્રદેશના ખુર્જા શહેરમાંથી આવ્યા છે . આ શહેરને સિરામિક્સ સિટી કહેવામાં આવે છે .

મોહમ્મદ શાકિર સ્ટોલ નંબર 165 માં સિરામિક્સના વાસણ , પોર્ટ , રૂમ ફ્રેશનર વગેરે વેચવા લાવ્યા છે . 16 વર્ષની ઉંમરે અભ્યાસની સાથે સિરામિક્સનું કામ શીખ્યા , પરંતુ મજૂરી કામના પૈસા સમયસર મળ્યા ન હતા . આથી ઇલેક્ટ્રિશિયન કામ કર્યુ , પણ કામ મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડતું હતું . તે ગમતું નહી હતું . આથી ચાર વર્ષ પહેલાં કોસ્મેટિકની દુકાન શરૂ કરી હતી . સાથોસાથ પોતાના ગુરુ સાથે એક્ઝિબિશનમાં જતા તે અનુભવથી પોતે પણ એક્ઝિબિશનમાં જવાનું શરૂ કર્યુ હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વર્ષ 2020 માં કોરોના મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું . દેશભરમાં લોકડાઉન લાગુ થયું અને મોહમ્મદ શાકિરની કોસ્મેટિકની દુકાન બંધ થઇ ગઇ . દર મહિને તેર હજાર રૂપિયા ભાડું ચૂકવવાનું સાથે છ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવાનું . પણ આવક શૂન્ય . એક વર્ષ સુધી બેરોજગાર રહ્યા . જેને કારણે તેમના માથે દસ લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું .

એક મિત્રએ તેમને હુનર હાટ વિશે કહ્યું હતું . દિલ્હીમાં યોજાયેલા હુનરહાટની  મુલાકાત લીધી . ત્યારબાદ સ્ટોલ માટે અરજી ફોર્મ ભર્યું હતું અને તેમને હુનર હાટમાંથી ફોન આવ્યો હતો . મોહમ્મદ શાકિરે જણાવ્યું હતું કે હુનર હાટમાંથી ફોન આવ્યો એટલે જીવતા છે બાકી મરી જતે . હુનર હાટે લોકોને રોજગારી અને મને તો બિઝનેસની સાથે સાથે જિંદગી પણ આપી છે .

પ્રથમ વખત જ હુનર હાટમાં આવ્યા અને સુરતના શહેરીજનો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે . સુરત આવ્યા હતા ત્યારે દેવાદારોથી બચવા મોબાઇલ બંધ કરી દીધો હતો . પરંતુ અહીં એટલી સારી આવક થઇ રહી છે કે દેવાની રકમ થોડી થોડી ચૂકવી રહ્યા છે .

આ પણ વાંચો : Surat : છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના 100 કેસોમાંથી 51 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છતાં સંક્રમિત, બુસ્ટર ડોઝ જરૂરી : એક્સપર્ટ

આ પણ વાંચો : Surat : વરાછાવાસીઓની વર્ષો જૂની સરકારી કોલેજની માંગણી સંતોષાતા વિદ્યાર્થીઓને મોટી રાહત

g clip-path="url(#clip0_868_265)">