Health Tips: શું તમે પણ ચા સાથે ખાઓ છો આ વસ્તુઓ તો થઈ જજો સાવધાન

|

Dec 19, 2021 | 8:43 PM

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. કેટલાક લોકોને ચાની એવી આદત હોય છે કે જો તેમને ચા ન મળે તો તેમને માથાનો દુખાવો થવા લાગે છે. ઘણા લોકો માને છે કે ચા પીવાથી થાક દૂર થાય છે, જ્યારે ઘણા લોકો માને છે કે ચા પીવાથી તણાવ પણ ઓછો થાય છે.

Health Tips: શું તમે પણ ચા સાથે ખાઓ છો આ વસ્તુઓ તો થઈ જજો સાવધાન
Tea (Symbolic Photo)

Follow us on

મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. કેટલાક લોકોને ચા(Tea)ની એવી આદત હોય છે કે જો તેમને ચા ન મળે તો તેમને માથાનો દુખાવો (headache) થવા લાગે છે. ઘણા લોકો માને છે કે ચા પીવાથી થાક દૂર થાય છે, જ્યારે ઘણા લોકો માને છે કે ચા પીવાથી તણાવ પણ ઓછો થાય છે. એવું માનવામાં આવે છે કે ચામાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ(Anti-oxidants) આપણી રોગપ્રતિકારક શક્તિ(immunity)ને યોગ્ય રાખવામાં મદદ કરે છે, જો કે તેના કેટલાક ગેરફાયદા પણ છે. જો તેમાં મોજુદ કેફીનનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

 

હવે જ્યારે ચાની વાત આવે છે ત્યારે નાસ્તાની પણ તેની સાથે પોતાની મજા છે. સવાર કે સાંજ ચા સાથે નાસ્તો લેવો એ મોટાભાગના લોકોની આદત છે. તમને જણાવી દઈએ કે ચા સાથે દરેક વસ્તુનું નાસ્તા તરીકે સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ચા સાથે અવોઈડ કરવી જોઈએ.

 

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

હળદર

જો તમે ચા પીવાના શોખીન છો તો તેની સાથે તે વસ્તુઓ ખાવાનું ટાળો જેમાં હળદરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હોય. હળદર અને ચાના રાસાયણિક તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને તેની પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે.

 

ખાટી વસ્તુઓ

ખાટી વસ્તુઓ અને ચા એક સાથે ખાવાથી એસિડિટી થઈ શકે છે. તે સ્વાભાવિક છે કે તમે ખરાબ સ્વાસ્થ્ય સાથે દિવસની શરૂઆત કરવી બિલકુલ પસંદ કરશો નહીં. જો તમે નાસ્તો લેતા હોવ તો તેમાં લીંબુ કે અન્ય ખાટી વસ્તુઓ ન લેશો.

 

કાચા ઉત્પાદનો

એવું જોવામાં આવ્યું છે કે લોકો ઘણીવાર નાસ્તામાં અંકુરિત દાળ અથવા સલાડ ખાધા પછી ચા પીતા હોય છે, પરંતુ આમ કરવાથી પેટની પાચન તંત્રને નુકસાન થાય છે. આવું કરવાથી બચો.

 

ઠંડા પીણાં

ચા પીધા પછી તરત જ ઠંડુ પાણી પીવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, ચા પીધા પછી આઈસ્ક્રીમ ન ખાવો. ચા પીધાના એક કલાક પછી તમે ઈચ્છો તો ઠંડી વસ્તુઓનું સેવન કરી શકો છો.

 

બાફેલા ઈંડા

બહુ ઓછા લોકો જાણે છે કે ચા સાથે બાફેલા ઈંડાનું સેવન ન કરવું જોઈએ. આમ તો ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ચા સાથે તેને લેવા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

 

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

 

 

આ પણ વાંચો : પેપરલીક મામલે મોટા સમાચાર, જાણો કોણે અને ક્યાંથી હેડક્લાર્કનું પેપર લીક કર્યું? કેટલા લાખમાં વેચાયું પેપર?

 

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના ‘હિન્દુ અને હિંદુત્વ’ના નિવેદનો પર પ્રિયંકાએ કહ્યું, બે શબ્દો વચ્ચેનો તફાવત કહેવાનો પ્રયાસ

Next Article