Health Tips: વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, જાણો આરોગ્યવર્ધક ફાયદાઓ

|

Jul 28, 2021 | 6:35 PM

કાકડીના અનેક ફાયદાઓ રહેલા છે. ત્વચાથી લઈને શરીરના હાડકા મજબૂત બનાવવાનું કામ કાકડી કરે છે.

Health Tips: વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, જાણો આરોગ્યવર્ધક ફાયદાઓ
Cucumber

Follow us on

સામાન્ય રીતે કાકડીની (Cucumber) વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત કાકડી સલાડમાં પણ વધારે માત્રામાં ખાવામાં આવે છે. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજીનું સેવન કરવાથી આરોગ્ય સારું રહે છે. કાકડીમાં પણ વિવિધતા બજારોમાં જોવા મળે છે. જેમ કે લાંબી-પાતળી કાકડી, નાની કાકડી, બીજ વગરની કાકડી, વિદેશી કાકડી જેનો ભાવ સૌથી વધારે હોય છે.

 

આજે અમે તમને કાકડી ખાવાના આરોગ્યવર્ધક ફાયદાઓ (health benefit )જણાવીશું. જે વાંચીને તમે પણ કાકડી ખાવાનો આગ્રહ રાખશો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

વજન ઘટાડવામાં મદદરૂપ
-જેમનું વજન વધારે હોય અથવા વજન ઘટાડવાની ઈચ્છા હોય તેઓએ કાકડીનું સેવન અચૂકથી કરવું જોઈએ. કાકડીમાં પાણીની માત્ર વધુ હોય છે. 100 ગ્રામ કાકડીમાં ફક્ત 15 ગ્રામ કેલેરીનું પ્રમાણ જોવા મળે છે. એટલે ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવું જોઈએ.

 

શરીરને હાઈડ્રેટ રાખે છે
-100 ગ્રામ કાકડીમાં 95 ટકા જોવા મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવામાં કાકડીનું સેવન ગુણકારી કહી શકાય. તે ડિહાઈડ્રેશનના કારણે થતો માથાનો દુખાવો,પેશાબમાં તકલીફ, સાંધામાં દુખાવો જેવી સમસ્યા દૂર કરે છે.

 

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
–કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ સમાયેલા છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. કિડની અને હ્રદયરોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

 

આંખો માટે લાભકારક
–કાકડીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે આંખનો મેક્યૂલર ડિજનરેશન નામક રોગ થવાનું જોખમ ઘટી જાય છે. કાકડી આસપાસની ત્વચાની ભીનાશ જાળવવામાં મદદ કરે છે.

 

ચયાપચયની પ્રક્રિયામાં ગુણકારી
–કાકડીનું સેવન કરવાથી પાચન સંબંધિત મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે કાકડીમાં પાણી અને ફાઈબરની સારી માત્ર સમાયેલી છે.

 

ત્વચાને ચમકદાર બનાવે છે
–કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. કાકડીના માવાને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકીલી બને છે. નિસ્તેજ ત્વચા ખીલી ઉઠે છે. ગરમીમાં ત્વચા કાળી પડવી, વય વધવાની સાથે ત્વચાનું મોઈશ્યુરાઈઝર ઘટતા કરચલી પડવી, ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે.

 

હાડકા મજબૂત બનાવે છે
કાકડીમાં શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તે હાડકાને મજબૂત બનાવવા તેમજ યાદશકિત વધારવા માટે પણ ઉપયોગી બને છે.

 

આ પણ વાંચો: અનેક બિમારીમાં કામ આવે છે સરગવાના પાન, ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

Next Article