Health Welth : પિરિયડ વખતે મહિલાઓએ હાઈજીનનું રાખવું ધ્યાન, નહીં તો થઈ શકે છે ઈન્ફેક્શન-Watch Video
Maintain Hygiene In Periods : આપણા સમાજમાં પીરિયડ્સને લઈને ઘણી ગેરમાન્યતાઓ અને માન્યતાઓ રહેલી છે. જેના કારણે ઘણી વખત મહિલાઓ સ્વચ્છતાનું યોગ્ય ધ્યાન રાખતી નથી અને શરીરમાં ઈન્ફેક્શનનો ખતરો રહે છે. જો આ ઈન્ફેક્શન વધુ ફેલાઈ તો ઘણી બિમારીને નોતરી શકે છે. માટે મહિલાઓએ હાઈજીનનું ધ્યાન રાખવું જોઈએ.

પીરિયડ્સ આવવા એ એક કુદરતી પ્રક્રિયા છે, જે સ્ત્રી દર મહિને અનુભવે છે. આ પિરિયડ એ સાબિતી છે કે સ્ત્રી માતા બનવા માટે સક્ષમ છે. આ સમયગાળા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. આજે પણ દેશમાં ગામડાઓથી માંડીને શહેરો સુધી એવી ઘણી છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓ છે, જેઓ પીરિયડ્સ વિશેની ઘણી મહત્વપૂર્ણ બાબતોને જાણતા હોતા નથી.
સમસ્યાને અવગણવાથી બગડી શકે છે સ્વાસ્થ્ય
મહિલાઓ તેના વિશે ખુલીને વાત કરતા શરમાઈ છે અને કોઈને કંઈ પુછી શકતા નથી. પરંતુ ઘણી છોકરીઓ અને મહિલાઓને અનિયમિત પીરિયડ્સ, પીરિયડ્સ દરમિયાન પેટ અને કમરમાં તીવ્ર દુખાવો અને બીજી એવી ઘણી બધી સમસ્યાઓ છે જેનો સામનો કરવો પડે છે. પીરિયડ્સ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને અવગણવાથી સ્ત્રીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
હાઈજીનનું ધ્યાન ન રાખવાથી લાગી શકે છે ચેપ
પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન જરા પણ બેદરકારી મહિલાઓમાં ચેપ, ગર્ભાશય અને જનનાંગ સંબંધિત રોગોનું જોખમ ઉભું કરે છે. જેના કારણે આવનારા સમયમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. છોકરીઓ રિપ્રોડક્ટિવ ઉંમરમાં આવે છે પરંતુ તેમને સ્વચ્છતા વિશે યોગ્ય જાણકારી હોતી નથી અથવા શરમને લીધે તેવો પુછી શકતા નથી. આવી સ્થિતિમાં ઘરની વડીલ મહિલાઓને આ વિશે જણાવવું જરૂરી છે. પરંતુ ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓને કારણે પીરિયડ્સની સ્વચ્છતા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે છોકરીઓ નાની ઉંમરમાં જ યુટ્રસ(ગર્ભાશય) અને વજાઈનલ ઈન્ફેક્શનથી ઘેરાઈ જાય છે.
(Credit Source : Tv 9 Bharthvarsh)
રિપોર્ટ પરથી જાણો
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર ભારતમાં 15 થી 24 વર્ષની વયજૂથની 50 ટકા મહિલાઓ સ્વચ્છતાના મામલે ઘણા પછાત છે. હજુ પણ તે કપડાંનો ઉપયોગ કરે છે. આ મહિલાઓમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. નિષ્ણાંતો પીરિયડ્સ દરમિયાન સૌથી વધુ સ્વચ્છતા જાળવવાની વાત કરે છે. તો ચાલો જાણીએ પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા કેવી રીતે જાળવવી. ડો. ગુંજન ભોલાએ આ અંગેના વીડિયોમાં હાઈજીન વિશે વધુ માહિતી આપી છે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
- પિરિયડ એક નેચરલ પ્રોસેસ છે. તેના વિશે વાત કરવી કે કંઈ છુપાવવું નહીં. તે દરેક મહિલાના જીવનનો એક ભાગ છે.
- કોઈ પણ સમસ્યા હોય તો પેરેન્ટ્સ અથવા પોતાના જાણીતા ડોક્ટર સાથે વાત કરી શકો છો.
- પિરિયડ વખતે હેલ્ધી અને વ્યવસ્થિત ખોરાક લેવો જોઈએ.
- જુની પરંપરા કે પાછળથી ચાલી આવતી માન્યતાઓને તોડવી જોઈએ. (જેમ કે પિરિયડ વખતે આચારને સ્પર્શ ન કરવો.એક રૂમમાં બંધ રહેવું, વગેરે..)
- પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે કપડાંને બદલે સેનિટરી પેડનો ઉપયોગ કરો.
- જો તમારે પીરિયડ ક્રેમ્પ્સથી બચવું હોય તો આરામ કરો અને ટેન્શનથી દૂર રહો. પુષ્કળ ઊંઘ લો.
- પીરિયડ્સ દરમિયાન ખૂબ જ હળવી કસરત અથવા પ્રાણાયામ કરો.
- જંક ફૂડથી દૂર રહેવું જોઈએ.
- દર 4-5 કલાકે સેનિટરી પેડ બદલતા રહો. એક જ પેડનો સતત 8-9 કલાક ઉપયોગ કરવાથી શરીરમાં ઈન્ફેક્શન થાય છે.
- હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. તમારા આહારમાં લીલા શાકભાજી, પપૈયા, કેળા, ડાર્ક ચોકલેટ, ડ્રાય ફ્રુટ્સ અને નટ્સનો સમાવેશ કરો.
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો