AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : શું તમને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા સતાવે છે ? તો આ કારણો હોઈ શકે છે જવાબદાર

એવી વસ્તુઓના સેવનથી દૂર રહો જેના કારણે પેશાબ (Urine )ઝડપથી બને છે. તેમજ આખા દિવસમાં શક્ય હોય તેટલુંવધારે પાણી પીવો, પરંતુ રાત્રે જો તરસ લાગે તો જ પાણી પીવો.

Health : શું તમને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા સતાવે છે ? તો આ કારણો હોઈ શકે છે જવાબદાર
Urine Problem (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 11:09 AM
Share

ઘણીવાર લોકોને રાત્રે સૂતી વખતે વારંવાર પેશાબ (Urine ) કરવા જવાની સમસ્યાનો (Problem ) સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે, તો તે ગંભીર (Serious ) બીમારીની નિશાની છે. રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે એ પણ હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે. કેટલાક લોકોને આ પરેશાનીનો સામનો કરવો પડે છે. અને ઘણીવાર તેઓ કોઈને તેના વિષે કહી પણ શકતા નથી. તાજેતમાં જ તેના પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, અને જેમાં એ શોધી કાઢવામાં આવ્યું છે કે આવું થવા પાછળનું કારણ શું છે, અને તે કેટલું ગંભીર છે.

શું કહે છે રિસર્ચ ?

હાઈપરટેન્શન રિસર્ચ જર્નલમાં 2021ના સંશોધન અનુસાર, હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન પણ કહેવામાં આવે છે. જેના લીધે તમારે રાતના સમયે  વારંવાર પેશાબની સમસ્યાનો સામનો કરવો પડે છે. સંશોધકોનું એ પણ કહેવું છે કે જ્યારે હાઈપરટેન્શનથી પીડિત લોકો વધુ પ્રમાણમાં ખોરાકમાં મીઠું લે છે, ત્યારે તેમની બોડી દિવસ દરમિયાન મીઠું સંપૂર્ણપણે દૂર કરી શકતું નથી, જેના કારણે તેમને રાત્રે પેશાબ કરવા જવું પડે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશનના મત અનુસાર છે કે જ્યારે તમે વધુ પડતું મીઠું ખાઓ છો, ત્યારે શરીર તમારી રક્તવાહિનીઓમાંથી પાણી ખેંચે છે. આ સિવાય એવા બીજા ઘણા કારણોથી તમને રાત્રે વારંવાર પેશાબની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જાણીએ તેમના વિશે-

વધુ પેશાબ થવા પાછળનું શું કારણ ?

કેટલીકવાર પોલીયુરિયા રોગને કારણે, તમારે રાત્રે વારંવાર પેશાબની સમસ્યાનો સામનો કરવો પડે છે. અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના રિપોર્ટ પ્રમાણે , નોક્ટર્નલ પોલીયુરિયા એ એક સિન્ડ્રોમ છે જેમાં દિવસ અને રાત્રી દરમિયાન પેશાબના ઉત્પાદનમાં મોટો તફાવત જોવા મળે છે. જેના કારણે પોલીયુરિયાના દર્દીઓને રાત્રે સામાન્ય કરતા 33 ટકાથી વધુ પેશાબની સમસ્યાનો સામનો કરવો પડે છે.

રાત્રે વારંવાર પેશાબ કરવા જવાનો અર્થ એ પણ થઈ શકે છે કે તમારા મૂત્રાશયની ક્ષમતા પહેલા કરતા ઘટી ગઈ છે. જેની પાછળ પણ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે જેમ કે ચેપ અથવા બળતરા વગેરે. આ કારણે, તમને વારંવાર પેશાબ કરવાની જરૂર લાગે છે. આ સિવાય પણ મૂત્રાશયમાં વધુ પડતી સક્રિયતા તેમજ મૂત્રાશયમાં અવરોધ પણ મૂત્રાશયની ઓછી ક્ષમતા માટે જવાબદાર કારણ બની શકે છે.

BMJ જર્નલમાં એક અહેવાલ અનુસાર, નોક્ટુરિયા રોગથી પીડિત દર્દીઓને સામાન્ય રીતે પોલીયુરિયા અને મૂત્રાશયની ઓછી ક્ષમતા બંને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે છે કારણ કે તેઓ જરૂરિયાત કરતા વધુ વખત જાગી જાય છે. રાત્રી દરમ્યાન વધુ વખત જાગવાના કારણે વ્યક્તિ બાથરૂમમાં પણ વધુ વખત જાય છે. પરંતુ તેનું મૂત્રાશયના સ્વાસ્થ્ય સાથે તેને કોઈ લેવાદેવા નથી.

રાત્રે વારંવાર પેશાબ થવાની સમસ્યા હોય તો શું કરવું ?

જો તમને રાત્રે વારંવાર પેશાબની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો આ માટે તમે તમારા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો. જેના આધારે તમે શરીરમાં જોકોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન હોય તોસમયસર જાણી શકો છો. ઘણી વખત લોકોને કોઈ બીમારી  નથી હોતી , તેમ છતાં તેઓને રાત્રે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, તેથી જરૂરી છે કે તમે તમારી લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપો.

એવી વસ્તુઓના સેવનથી દૂર રહો જેના કારણે પેશાબ ઝડપથી બને છે. તેમજ આખા દિવસમાં શક્ય હોય તેટલુંવધારે પાણી પીવો, પરંતુ રાત્રે જો તરસ લાગે તો જ પાણી પીવો. જે પણ તમને ઘણી મદદ પણ કરી શકે છે. રાત્રે કોફીનું સેવન કરવાનું ટાળો. તેના કારણે મૂત્રાશયને પણ ખલેલ પહોંચે છે, તેથી રાત્રે કોફીનું સેવન ન કરો.

g clip-path="url(#clip0_868_265)">