AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો રોજ આ જ્યૂસનું સેવન કરો

જો તમે હાઈ બ્લડ પ્રેશરના (blood pressure) દર્દી છો, તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અહીં અમે તમને કેટલાક ફાયદાકારક જ્યુસ વિશે જણાવીશું. જેના કારણે તમને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ફાયદો થશે.

જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો રોજ આ જ્યૂસનું સેવન કરો
હાઇ બ્લડપ્રેશરમાં આ જયુસનું સેવન કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 1:22 PM
Share

બ્લડ પ્રેશર (blood pressure)એક એવી બીમારી છે જે બ્રેઈન હેમરેજનું (Brain hemorrhage)કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન પણ કહેવામાં આવે છે, જ્યારે હ્રદય લોહીને પમ્પ કરવામાં વધુ ભાર આપે છે, તો હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક ફાયદાકારક રસ વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકો છો.હેલ્થ ન્યુઝ અહીં વાંચો.

કારેલાનું સેવન, તેનું જ્યુસ શરીર માટે ફાયદાકારક છે

કારેલામાં એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. આમાં વિટામિન-એ અને સી મળી આવે છે, જે બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે.

ટામેટાનું જયુસ તમને આ રીતે ફાયદો કરશે

ટામેટા એ દરેક રસોડામાં જોવા મળતું શાક છે. તેમાં વિટામિન સી,એ જેવા ઘણા પૌષ્ટિક તત્વો હોય છે, સાથે જ તેમાં ફોસ્ફરસ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે.

પાલકમાં છે અનેક પૌષ્ટિક તત્વો, જે આરોગ્ય માટે ફાયદાકારક

પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે જે શરીર માટે ફાયદાકારક છે. પોટેશિયમના કારણે રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પાલકનો રસ તમને ફાયદો કરશે.

બીટનું જયુસ તમારા લોહીનું શુદ્ધિકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે

બીટરૂટ ખૂબ જ આરોગ્યપ્રદ છે જેમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાં નાઈટ્રેટ પણ જોવા મળે છે, જે શરીરમાં લોહીના પ્રવાહને ઠીક કરે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

g clip-path="url(#clip0_868_265)">