Health Care : જાણો એક દિવસમાં કેટલા અંજીર ખાવા ફાયદાકારક છે ?
જો તમે તમારા આહારમાં(Food ) અંજીરનો સમાવેશ કરવા માંગો છો, તો તમારે જાણવું જોઈએ કે 1 દિવસમાં કેટલા અંજીર ખાવા જોઈએ. કારણ કે વધારે અંજીર ખાવાથી નુકસાન પણ થઈ શકે છે.

અંજીરને (Fig )કાચા ફળ તરીકે ખાઈ શકાય છે, તેને સૂકવીને (Dry )પણ ખાઈ શકાય છે. બંને પોષક તત્વો સમાન રીતે પ્રદાન કરે છે. ફરક માત્ર એટલો છે કે સૂકા અંજીરમાં પાણીનું(Water ) પ્રમાણ હોતું નથી. કેટલાક આયુર્વેદાચાર્યો સૂકા અંજીરને દૂધમાં ઉકાળીને ખાવાની ભલામણ કરે છે. સાથે જ અંજીરને પાણીમાં પલાળીને ખાવાથી પણ ફાયદો થાય છે. કાચા અને સૂકા બંને અંજીરમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપર ભરપૂર માત્રામાં હોય છે.
વજન ઘટાડવા અને ચયાપચય વધારવામાં અંજીરના ફાયદા
જો તમે વજન ઘટાડવા ખુબ મહેનત કરી રહ્યા છો, તો અંજીર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે અને તમે તેને ફળ તરીકે પણ ખાઈ શકો છો અથવા તો અંજીર ને સૂકવી શકો છો. સૂકા અંજીર પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંજીર શરીરના મેટાબોલિઝમને વેગ આપીને વજન ઘટાડવામાં સહાય કરે છે. જો તમે સૂકા અંજીર ખાતા હોવ તો તેને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જેથી તે પચવામાં પણ સરળ હોય છે.
સ્ટેમિના વધારવામાં અંજીરના ફાયદા
અંજીરમાં રહેલા આયર્ન અને પોટેશિયમ શરીરની સ્ટેમિના વધારવામાં મદદરૂપ છે. જે લોકો આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તે પોતાના દિવસની શરૂઆત પલાળેલા અંજીરથી કરી શકે છે. આ સિવાય જો તમે સવારે દૂધ નું સેવન કરતા હોવ તો અંજીરને દૂધમાં ઉકાળીને સવારે એક ગ્લાસ પીવાથી શરીરની એનર્જી જળવાઈ રહેશે. જેઓ જીમ કરે છે તેમના માટે પણ અંજીર ખૂબ જ ફાયદાકારક છે.
1 દિવસમાં કેટલી માત્રામાં અંજીર ખાવા યોગ્ય છે?
જો તમે તમારા આહારમાં અંજીરનો સમાવેશ કરવા માંગો છો, તો તમારે જાણવું જોઈએ કે 1 દિવસમાં કેટલા અંજીર ખાવા જોઈએ. કારણ કે વધારે અંજીર ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. જો તમે કાચા ફળના રૂપમાં અંજીરનું સેવન કરો છો તો બેથી ત્રણ અંજીર પૂરતા છે. જો અંજીર સુકાઈ જાય તો ત્રણ અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો. અંજીર ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે. તે બ્લડ શુગર લેવલ, લીવર અને પાચન સંબંધી સમસ્યાઓ અને લોહી સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)