Health and Women: સિઝેરિયન ડિલિવરી પછી મહિલાઓએ આ સાવચેતી રાખવી જોઈએ, નહીંતર ટાંકા પાકી શકે છે

|

Mar 04, 2022 | 2:10 PM

સિઝેરિયન ડિલિવરી પછી મહિલાઓએ ખાસ તકેદારી રાખવાની હોય છે, જેથી કોઈ સમસ્યા ન થાય. જો તમારી પણ સિઝેરિયન ડિલિવરી થઈ હોય તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Health and Women: સિઝેરિયન ડિલિવરી પછી મહિલાઓએ આ સાવચેતી રાખવી જોઈએ, નહીંતર ટાંકા પાકી શકે છે
cesarean delivery

Follow us on

એવું કહેવાય છે કે જો ગર્ભવતી મહિલાઓની (Pregnant Women) ડિલિવરી નોર્મલ હોય તો તે તેમના માટે વધુ સારું છે, કારણ કે તેમના શરીર સાથે છેડછાડ કરવાની જરૂર નથી. પરંતુ મહિલાઓને નોર્મલ ડિલિવરીમાં (Normal Delivery) ખૂબ જ દર્દનો સામનો કરવો પડે છે, તેથી આજકાલ ઘણી મહિલાઓ જાતે જ સિઝેરિયન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરી લેતી હોય છે. અલબત્ત, સિઝેરિયન ડિલિવરીમાં (Caesarean Delivery) કોઈ દુખાવો થતો નથી, પરંતુ ડિલિવરી પછી ઘણી સમસ્યાઓ આવે છે અને ખાસ કાળજી લેવી પડે છે. ખાસ કરીને ટાંકાના કિસ્સામાં થોડી બેદરકારીને કારણે સમસ્યા વધી શકે છે અને ટાંકા પાકી શકે છે. આ સ્થિતિથી બચવા માટે મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્નાન કરતી વખતે ધ્યાન રાખો

ડિલિવરી પછી ટાંકાઓને લાંબા સમય સુધી પાણીથી બચાવવા પડે છે. પાણીથી બચવા માટે તજજ્ઞો સલાહ આપે છે કે મહિલાને થોડા દિવસો સુધી સ્નાન ન કરવુ. પરંતુ તે પછી પણ સ્નાન કરતી વખતે ટાંકાવાળા ભાગને પાણીથી બચાવો. એ પણ ધ્યાનમાં રાખો કે ટાંકાવાળી જગ્યાને સખત સ્પર્શ ન કરવો જોઈએ.

કોસ્મેટિકનો ઉપયોગ કરશો નહીં

સ્ટીચ સાઈટ પર કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ ન કરવો તે વધુ સારું છે. તેમાં રહેલા રસાયણોના કારણે ટાંકા પાકી શકે છે. તજજ્ઞો દ્વારા સૂચવવામાં આવેલા દવાયુક્ત પાવડર અથવા ક્રીમનો ઉપયોગ કરો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સ્વચ્છતાનું ધ્યાન રાખો

ટાંકાવાળી જગ્યા પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. તમે તે વિસ્તારને હળવા ભીના કપડાથી સાફ કરી શકો છો. પરંતુ આ માટે પણ એકવાર ડૉક્ટરનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરની સલાહ વિના આ બાબતે કોઈ પગલું ન ભરો.

જ્યારે ખંજવાળ આવે

જ્યારે ટાંકા થોડા સુકાવા લાગે છે, ત્યારે ક્યારેક તે જગ્યાએ ખંજવાળ અનુભવાય છે. આવી સ્થિતિમાં નખ વડે તે જગ્યાએ ખંજવાળવાની ભૂલ ક્યારેય ન કરો. તમારા નખને કારણે ટાંકા તૂટી શકે છે અથવા ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે. જો ટાંકા પાકશે તો આ પરિસ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ બાબત ધ્યાનમાં રાખો

સિઝેરિયન ડિલિવરી પછી તમારે ભલે રોજ સ્નાન કરવાનું ન હોય, પરંતુ ટાંકાઓની આસપાસની જગ્યાને સારી રીતે સાફ કરો. નહિંતર, ચેપનું જોખમ વધે છે. સફાઈ કરતી વખતે ડૉક્ટરની સૂચનાઓનું પાલન કરો. સમય સમય પર મેડિકલ ચેકઅપ કરાવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ

આ પણ વાંચો-

Gas Problem: બગડેલી જીવનશૈલીના કારણે લોકોમાં ગેસની સમસ્યા થઈ ગઈ છે સામાન્ય, આ ઘરેલુ ઉપચાર લાગશે કામ

Next Article