AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ

કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યો છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ
Tips for healthy kidney (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 7:30 AM
Share

આપણા શરીરમાં રહેલ કિડની (Kidney) એ એવા બે નાના અવયવો છે જે આપણી કરોડરજ્જુની બંને બાજુ પાંસળીની નીચે સ્થિત છે. તે આપણા શરીરના (Body) મુખ્ય અંગોમાંથી એક છે, જેના પર આપણા શરીરની મોટાભાગની પ્રવૃત્તિઓ આધાર રાખે છે. આપણી કિડની હોર્મોન્સ બનાવવા અને ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરવામાં તેમજ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કિડનીને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. કેટલાક આસાન ઉપાયો છે, જેની મદદથી તમે તમારી કિડનીને ડિટોક્સ કરી શકો છો, આનાથી તમારી કિડની માત્ર સારી રીતે કામ કરશે નહીં, પરંતુ ભવિષ્યમાં બીમારીઓ થવાની શક્યતા પણ ઓછી થશે.

નિષ્ણાંતોના મતે કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેમાં પાણીની માત્રા વધુ હોય. આયુર્વેદ અનુસાર અહીં હું તમને આવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે.

1. આદુ અને ધાણાના બીજ ગરમ પાણી સાથે

કિડનીની સફાઈ માટે ગરમ પાણી એક સારો વિકલ્પ છે. તમે 1 લીટર પાણીમાં 5 ગ્રામ આદુ અને 5 ગ્રામ સુધી ધાણાના બીજને એકસાથે ઉકાળી શકો છો. આ સામગ્રીને 1 લીટર પાણી રાંધીને 10 ગ્રામ થાય ત્યાં સુધી ઉકાળવું પડશે. તેને ગરમ થવા દો અને પછી તેનું સેવન કરો.

2. નારિયેળ પાણી અને એલચી

નાળિયેર પાણી અને એલચી પણ કિડની સાફ કરવામાં સમાન કામ કરે છે. લીલા નારિયેળના પાણીમાં એલચી પાવડર ભેળવી પીવાથી કિડની ડિટોક્સમાં ફાયદો થાય છે. તમે 12ml નારિયેળ પાણીમાં 2 ગ્રામ ઈલાયચી પાવડર ઉમેરીને સેવન કરી શકો છો.

જો તમે કિડની સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડૉક્ટર અથવા કોઈપણ આયુર્વેદચાર્યની સલાહ લઈ શકો છો. કારણ કે આ ટિપ્સ ફક્ત તે લોકો માટે છે જેમની કિડની સ્વસ્થ છે, તેમને કોઈ સમસ્યા નથી.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :Pregnancy Care : ગર્ભવતી મહિલાઓએ ડાયેટમાં જરૂર ઉમેરવા જેવું આ એક શાક, જાણો તેના ફાયદા

આ પણ વાંચો : કાનના દુખાવાને અવગણવાની ભૂલ કરશો નહિ, આ ઇન્ફેક્શન પણ હોય શકે છે

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">