Health Alert: ફ્રિજમાં મૂકેલું તરબૂચ ખાતા પહેલા વિચારજો, થઈ શકે છે આ નુકશાન

|

Jun 04, 2022 | 9:04 AM

તરબૂચ (Watermelon )આપણા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચમાં સૌથી વધુ માત્રામાં લાઇકોપીન જોવા મળે છે.

Health Alert: ફ્રિજમાં મૂકેલું તરબૂચ ખાતા પહેલા વિચારજો, થઈ શકે છે આ નુકશાન
Refrigerated Watermelon disadvantages (Symbolic Image )

Follow us on

આ કાળઝાળ ગરમીમાં (Heat) બહાર ગયા પછી જો તમારે કંઈક ખાવાનું મન થાય તો તે છે ઠંડી(Cold ) વસ્તુઓ. જ્યારે ઉનાળામાં ફળોના(Fruits) સેવનની વાત આવે છે તો તમે વિચાર્યું જ હશે કે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ એક એવું ફળ છે, જે તમને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. હા, જો તમે તેનું સેવન કરવાની સાચી રીત જાણતા હોવ. તરબૂચમાં 92 ટકા જેટલું પાણી હોય છે, જે તેને ઉનાળા માટેના શ્રેષ્ઠ ફળોમાંનું એક બનાવે છે. જો તમે તરબૂચને તાજા કાપીને ખાઓ છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે તેને કાપીને ફ્રિજમાં ઠંડુ કરવા માટે રાખો છો તો તે તમારા માટે કોઈ ઝેરથી ઓછું નથી. ચાલો જાણીએ કારણ કે તરબૂચને ફ્રીજમાં રાખવું નુકસાનકારક છે.

ઉનાળામાં તરબૂચ ખાવાની સાચી રીત છે તેને તાજા કાપીને ખાઓ. જો તમે તેને ફ્રિજમાં રાખી રહ્યા છો તો ફ્રિજનું તાપમાન ઘણું ઓછું હોવું જોઈએ. તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચમાં સૌથી વધુ માત્રામાં લાઈકોપીન જોવા મળે છે, જે શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. એટલું જ નહીં, આ ફળ કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

તરબૂચનું પોષણ મૂલ્ય

તરબૂચમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા પણ વધુ હોય છે. 2 કપ કાપેલા તરબૂચ તમને 12.7 ગ્રામ સુધી લાઈકોપીન આપી શકે છે. પરંતુ જો તમે તરબૂચને ફ્રીજમાં રાખો છો અથવા તેને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખો છો તો તેમાં હાજર લાઇકોપીનનું પ્રમાણ ઘટી જાય છે. આ સિવાય તરબૂચમાં અન્ય એક પૌષ્ટિક તત્વ જોવા મળે છે જેને સિટ્રોલિન કહેવાય છે. કાપેલા તરબૂચના 2 કપમાં 286 ગ્રામ સિટ્રુલિન જોવા મળે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફ્રિજમાં રાખવામાં આવેલા તરબૂચના ગેરફાયદા

જો તમે તરબૂચને ફ્રિજમાં રાખો છો તો લાઈકોપીન, સિટ્રુલિન, વિટામિન એ, વિટામિન સીનું પ્રમાણ ઘટે છે. આટલું જ નહીં, તરબૂચને કાપીને ફ્રીજમાં રાખવાથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. કાપેલા તરબૂચને ફ્રિજમાં રાખવાથી તેમાં રહેલી શુગરની માત્રા વધી જાય છે અને તેનાથી ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે, જે ક્યારેક ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. તેથી, જ્યારે પણ તમે ખાઓ, તેને ફ્રિજમાં ઝીણી સમારેલી રાખવાને બદલે તાજું ખાઓ.

તરબૂચને તમે કેટલા દિવસ રાખી શકો છો

તરબૂચને ફ્રિજમાં રાખવાની જરૂર નથી કારણ કે તેના બાહ્ય પડની ત્વચા ખૂબ જાડી હોય છે, જેના કારણે તે ઝડપથી બગડતું નથી. તમે તરબૂચને 15થી 20 દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો.

ઠંડા તરબૂચ ખાવાના ગેરફાયદા

તરબૂચને ફ્રિજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે અને આ સમસ્યાઓનું જોખમ રહે છેઃ

1-ઠંડા તરબૂચને ખાવાથી ખાંસી અને શરદી થઈ શકે છે.

2- ઠંડા તરબૂચના ટુકડા ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

3-તરબૂચમાં રહેલા બેક્ટેરિયા આંતરડાને નુકસાન પહોંચાડે છે.

4- પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

Next Article