Health : ખોરાકને સારી રીતે પચાવવા માટે આયુર્વેદમાં જણાવેલી 9 ઉત્તમ ટિપ્સ

આયુર્વેદમાં દરેક સમસ્યાનું સચોટ નિરાકરણ આપવામાં આવ્યું છે. ખોરાકને પચાવવા બાબતે પણ આયુર્વેદમાં ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

Health : ખોરાકને સારી રીતે પચાવવા માટે આયુર્વેદમાં જણાવેલી 9 ઉત્તમ ટિપ્સ
Health: 9 best tips in Ayurveda for better digestion of food
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 10:09 PM

આપણે ખોરાક (Food) તો ખાઈ લઈએ છીએ, પણ ક્યારેક આ ખોરાક યોગ્ય રીતે પચતો (Digest) નથી અને તેના કારણે ઘણી સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં દરેક સમસ્યાનું સચોટ નિરાકરણ આપવામાં આવ્યું છે. ખોરાકને પચાવવા બાબતે પણ આયુર્વેદમાં ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

અહીં નવ આયુર્વેદિક માર્ગદર્શિકાઓ છે જે તમારે અપનાવવનો પ્રયાસ કરવો જોઈએ.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

1. ભૂખ લાગે ત્યારે જ ખાઓ. જ્યારે તમારું પાછલું ભોજન સંપૂર્ણ રીતે પચી ગયું હોય અને જયારે ખરેખર ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ જેથી તે તમારા શરીર સાથે સુસંગત રહે અને તમને સ્વસ્થ રાખે.

2. શાંત અને આરામદાયક જગ્યાએ ખાઓ. શક્ય તેટલા ઓછા વિક્ષેપ સાથે બેસો. ટીવી, પુસ્તક, ફોન કે લેપટોપ સાથે નહીં.

3. યોગ્ય માત્રામાં ખોરાક લેવો જોઈએ. આપણે બધા અલગ છીએ, જરૂરિયાતો જુદી જુદી છે તેથી તમારા શરીર અનુસાર ભોજન કરો.

4. ગરમ ભોજન લો. ખોરાક રાંધવામાં આવે છે ત્યારે જ તાજો ખોરાક લેશો તો તમારી પાચન શક્તિ સારી રહેશે. આ તમારા પાચક ઉત્સેચકોને અસરકારક રીતે કામ કરવા દે છે.

5. ગુણવત્તાયુક્ત ખોરાક લો. ખાતરી કરો કે તમારું ભોજન રસદાર અથવા થોડું તેલયુક્ત છે કારણ કે તે પોષક શોષણમાં સુધારો કરશે. ખૂબ સૂકા હોય તેવા ખોરાકને ટાળો.

6. અસંગત ખાદ્ય વસ્તુઓ એકસાથે ન ખાવી, તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. અસંગત ખોરાકમાંથી કેટલાક ફળો અને દૂધ, માછલી અને દૂધ વગેરે છે.

7. જ્યારે તમે ખાવ ત્યારે તમારી બધી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરો. તમારા ભોજનની ગંધ, તમારી થાળીનો દેખાવ, તમારા ભોજનની રચના, વિવિધ સ્વાદોને માનીને ખાવાનું રાખો.

8. ઝડપથી ન ખાઓ. ફક્ત તમારા ખોરાકને ગળી જશો નહીં, ચાવવા માટે સમય લો. ચાવવું એ પાચનનું આવશ્યક પગલું છે.

9. નિયમિત સમયે ખાઓ. પ્રકૃતિને નિયમિતતા ગમે છે તેથી તમારે તેનું પાલન કરવું જોઈએ.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Women Health : આ લક્ષણો સ્તન કેન્સરના હોય શકે છે, જાણીને તુરંત કરાવો ઈલાજ

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">