AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ વેલ્થ: શું તમે પણ સવારથી લઈ સાંજ સુધી ઈયરફોનનો ઉપયોગ કરો છો, તો તમને તમારી આ આદત ખુબ મોંઘી સાબિત થશે

જો તમે હેડફોન અને ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો ચેતી જજો. તે તમારા શરીર અને મગજ માટે ઘાતક સાબિત થઈ શકે છે.આજકાલ તો નાના બાળકોથી લઈને મોટીઉંમરના લોકો પણ ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે.તમને જાણીને નવાઈ લાગશે કે ઈયરફોન દ્વારા સાંભળવાની આદત તમને બહેરા બનાવી શકે છે.

હેલ્થ વેલ્થ: શું તમે પણ સવારથી લઈ સાંજ સુધી ઈયરફોનનો ઉપયોગ કરો છો, તો તમને તમારી આ આદત ખુબ મોંઘી સાબિત થશે
| Updated on: Nov 09, 2023 | 9:54 AM
Share

ઈયરફોનના વધારે પડતા ઉપયોગથી તમારા કાન પર ખરાબ અસર પડે છે એટલું જ નહીં તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ચાલો તમને જણાવીએ કે ઈયરફોન તમારા સ્વાસ્થ માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ઈયર બર્ડ કે પછી ઈયરફોન લોકોના જીવનની આજે એક મહત્વની વસ્તુ બની ગઈ છે. સવારે ઉઠ્યાથી લઈને સાંજ સુધી તમારા કાનમાં રહે છે. જેમાં તમે સવારે ઓફિસે જતાં હોય કે પછી કલાકો સુધી મીટિંગમાં બેઠા હોય કે પછી કોઈ સાથે વાતો કરતા હોય ત્યારે કલાકો સુધી આ ઈયરફોન તમારા કાનમાં રહેલા હોય છે.

શું તમે જાણો છો કે, ઈયર બર્ડ હોય કે પછી ઈયરફોન હોય વધારે સમય સુધી ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ માટે કેટલો હાનિકારક છે.

ઈયરફોન કે પછી ઈયરબર્ડને કોઈ સાથે શેર ન કરો

આ ઈયર ફોન તમારા કાનને ખુબ જ મોટું નુકસાન પહોંચાડે છે. તમારી સાંભળવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. એવા કેટલાક કેસો ડોક્ટર પાસે આવતા હોય છે જ્યાં વધારે પડતા ઈયરફોનનો ઉપયયોગ કરવાથી લોકોને બહેરાશનો શિકાર બન્યા છે. જો તમે પણ ઈયરબર્ડ કે પછી ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો તો આજે જ આ વાતનું ધ્યાન આપજો. જો તમે વર્કઆઉટ કરી રહ્યા છો તે દરમિયાન તમે ઈયરફોનમાં ઉંચા અવાજે ગીતો સાંભળી રહ્યા છો તો બિલકુલ આવું ન કરો. એ પણ ધ્યાન રાખવું જરુરી છે કો, તમે તમારા ઈયરફોન કે પછી ઈયરબર્ડને કોઈ સાથે શેર ન કરો.

ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ કાનને નુકસાન પહોંચાડી શકે છે

આજ-કાલ નાના બાળકો પણ આ ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેના માતાપિતાએ પણ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, તેના બાળકો કેટલા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે.ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ તમારા કાન અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓનો ખતરો રહે છે.

જ્યારે આપણે આપણા કાનમાં સતત ઈયરફોન પહેરીએ છીએ, ત્યારે ઈયરવેક્સ અને અન્ય ગંદકી કાનમાં ફસાઈ જાય છે. ઈયરફોનને સાફ કર્યા વગર સતત ઉપયોગ કરવાથી કાનની અંદર ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">