AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Tips: ચોમાસામાં ભજીયા ખાતા પહેલા ખાતરી કરજો કે ચણાનો લોટ બનાવટી તો નથી ને ?

શું તમે જાણો છો કે ભેળસેળયુક્ત ચણાનો લોટ ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. પણ એ ઓળખશો કઇ રીતે કે તમે જે લોટ ખાઈ રહ્યા છો એ બનાવટી છે કે નહીં ?

Food Tips: ચોમાસામાં ભજીયા ખાતા પહેલા ખાતરી કરજો કે ચણાનો લોટ બનાવટી તો નથી ને ?
Before eating bhajiya in monsoon, make sure that the chana flour is not fake.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:32 AM
Share

Food Tips: ચણાનો લોટ(Flour) એટલે કે બેસન એ આપણા રસોડા(Kitchen)માં હાજર એક આવશ્યક વસ્તુ છે. કારણ કે ચણાના લોટમાંથી અસંખ્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. ચણાની દાળનો ભૂકો લોટ કહેવાય છે. બેસન પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે.

લગભગ દરેક ભારતીય ઘરોમાં બેસન પકોડા પ્રથમ પસંદગી છે. ચણાના લોટનો ઉપયોગ શાકભાજી, ખારી અને મીઠી વસ્તુઓ બનાવવા માટે થાય છે. ચણાના લોટમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજો આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ભેળસેળયુક્ત ચણાનો લોટ ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. પણ એ ઓળખશો કઇ રીતે કે તમે જે લોટ ખાઈ રહ્યા છો એ બનાવટી છે કે નહીં ?

આજના સમયમાં બજારમાં અનેક પ્રકારના ચણાનો લોટ મળે છે. અને દરેક તેમની બ્રાન્ડને શ્રેષ્ઠ તરીકે વર્ણવે છે. પરંતુ શું તે લોટ ખરેખર વાસ્તવિક છે કે ભેળસેળવાળો. તો ચાલો આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ છીએ જે ચણાના લોટની શુદ્ધતા ઓળખવામાં મદદ કરી શકે છે.

જાણો કે ચણાનો લોટ અસલી છે કે નકલી:

1.હાઇડ્રોક્લોરિક એસિડ:

તમે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી નકલી અને વાસ્તવિક લોટને ઓળખી શકો છો. આ માટે તમારે બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લેવો પડશે અને તેમાં બે ચમચી પાણી ભેળવીને પેસ્ટ બનાવવી પડશે. આ પેસ્ટમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીને થોડો સમય માટે મુકી દો. જો ચણાના લોટના રંગનો રંગ લાલ દેખાય છે, તો પછી સમજી લો કે તમારો ચણાનો લોટ ખરો નથી અને જો રંગ બદલાતો નથી તો તમારું ચણાનો લોટ અસલ હોઈ શકે છે.

2.લીંબુની મદદથી: તમે લીંબુનો ઉપયોગ વાસ્તવિક અને બનાવટી ચણાના લોટને ઓળખવા માટે કરી શકો છો. આ માટે તમારે બે ચમચી ચણાના લોટમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ પણ નાખો. તેને 5-7 મિનિટ માટે રાખો. થોડા સમય પછી, જો ચણાનો લોટ લાલ કે ભૂરા રંગનો દેખાય છે તો તમારો ચણાનો લોટ નકલી હોઈ શકે છે.

બનાવટી ચણાનો લોટ ખાવાથી થતા ગેરફાયદા:

જો તમે પણ બનાવટી ચણાના લોટનું સેવન કરો છો, તો તમારે પેટમાં દુખાવો અને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બનાવટી ચણાના લોટના સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, વધારે પ્રમાણમાં ચણાના લોટ ખાવાથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે. નકલી ચણા નો લોટ ખાવાથી કેટલાક લોકોને એલર્જીનો સામનો કરવો પડી શકે છે.

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">