AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માઇક્રોવેવમાં ખોરાક 1 મિનિટમાં ગરમ તો ​​થઈ જાય છે, પરંતુ નુકસાન જાણ્યા છે ક્યારેય ?

Microwave Cooking: માઇક્રોવેવમાં ઝડપથી ખોરાક બની જાય છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી, માઇક્રોવેવે લોકો માટે ઘણા કાર્યો સરળ બનાવ્યા છે. પરંતુ કોઈપણ વસ્તુ માત્ર લાભ જ નથી આપતી, પણ નુકસાન પણ કરી શકે છે. માઇક્રોવેવના કિસ્સામાં પણ આવું જ કંઈક થાય છે. જો કે તે તમને ખોરાકને ઝડપથી ગરમ કરવામાં મદદ કરે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે જેના વિશે તમારે ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ નુકસાન તમારા જીવન પર ભારે પડી શકે છે.

માઇક્રોવેવમાં ખોરાક 1 મિનિટમાં ગરમ તો ​​થઈ જાય છે, પરંતુ નુકસાન જાણ્યા છે ક્યારેય ?
microwave-oven
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 7:45 PM
Share

Disadvantages Of Cooking In Microwave: સમયના અભાવને કારણે ઝડપી જીવનશૈલી તરફ વળવા લાગ્યા છે, અને ધીમે ધીમે આધુનિક ઉપકરણોનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે, આજ આપણે આવા જ એક આધુનિક ઉપકરણના નુકસાન વિશે વાત કરીશું. મોટાભાગના લોકોએ ખોરાકને ગરમ કરવા માટે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરે છે. કારણ કે માઇક્રોવેવમાં ખોરાક ઝડપથી ગરમ થઇ જાય છે, પિઝા અને કેક જેવી મુશ્કેલ વાનગીઓ પણ ઝડપથી તૈયાર કરે છે.

માઇક્રોવેવમાં ઝડપથી ખોરાક બની જાય છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી, માઇક્રોવેવે લોકો માટે ઘણા કાર્યો સરળ બનાવ્યા છે. પરંતુ કોઈપણ વસ્તુ માત્ર લાભ જ નથી આપતી, પણ નુકસાન પણ કરી શકે છે. માઇક્રોવેવના કિસ્સામાં પણ આવું જ કંઈક થાય છે. જો કે તે તમને ખોરાકને ઝડપથી ગરમ કરવામાં મદદ કરે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે જેના વિશે તમારે ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ નુકસાન તમારા જીવન પર ભારે પડી શકે છે.

ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે કોમ્પ્યુટરની જેમ માઇક્રોવેવ ઓવન પણ રેડિયેશનનું ઉત્સર્જન કરે છે. માઈક્રોવેવમાં માંસ અને દૂધ ગરમ કરવાથી તેમાં કાર્સિનોજેન્સ બનવા લાગે છે જે કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું કારણ બને છે. એટલું જ નહીં, માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી પોષક તત્વોને પણ ખરાબ રીતે નુકસાન થાય છે.

માઈક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી તેમાં રહેલા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ નાશ પામે છે. જો કે, કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારા ખોરાકને તેનાથી થતા નુકસાનથી બચાવી શકો છો.

  1. તમે ખોરાકને ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે તેમાં ખોરાક રાંધવાનું ટાળવું જોઈએ. ખોરાકને એક કરતા વધુ વખત ગરમ કરવાનું ટાળો.
  2. જ્યારે તમે માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરો છો, ત્યારે હંમેશા તેનાથી 2 ફૂટનું અંતર જાળવો.
  3. બહુ ઓછું રાંધવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરો અથવા તેનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. કારણ કે તે ખોરાકમાંથી પોષણ છીનવી લે છે અને અમુક અંશે તેનો સ્વાદ બદલી નાખે છે.
  4. જો તમે ખોરાકમાંથી મહત્તમ પોષક મૂલ્ય મેળવવા માંગતા હો, તો માઇક્રોવેવને બદલે રસોઈની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">