મચ્છરોને નફરત છે આ સુગંધથી, તરત ભાગે છે દૂર: તમારા માટે થઈ શકે છે મદદરૂપ સાબિત
મચ્છરજન્ય રોગોનો હમણાં રાફડો ફાટ્યો છે. આવામાં ચાલો તમને જણાવી દઈએ કે કેવી સ્મેલથી મચ્છરો દૂર ભાગે છે. આ ઘરેલું વસ્તુનો ઉપયોગ કરીને તમે મચ્છરથી બચી શકો છો.
હામના વરસાદની ઋતુ શરુ થયા બાદ ઠેર ઠેર ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થવાનું કારણ ખોરાક અને સ્વચ્છતા ના હોવી છે. મચ્છરો દ્વારા આ રોગ આતંક બની ગયો છે. આનાથી બચવા માટે ઘરમાં અને આસપાસમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાનું કહેવામાં આવે છે. જો તમે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી તેમજ મચ્છરોથી બચવા માંગતા હોવ તો આ સુગંધથી તમે મચ્છરો ભગાડી શકો છો.
બજારમાં મચ્છરોને ઘરમાંથી ભગાડવા માટે ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવી ઘણી કુદરતી વસ્તુઓ છે જેની સ્મેલ મચ્છરને પસંદ નથી. મચ્છરો આ કુદરતી સ્મેલથી દુર ભાગે છે.
મચ્છરને તમારા ઘરથી દૂર રાખવાનો સૌથી અસરકારક રસ્તો મચ્છર સ્પ્રે અને તેની સ્મેલ છે. મચ્છર-નિયંત્રણ ઉત્પાદનો જેમ કે પ્રવાહી, અને પાઉડર સ્વરૂપે પણ વેચાય છે. પરંતુ આજે આપણે કુદરતી સ્ત્રોત વિશે જાણીશું.
ઘણી કુદરતી સુગંધ છે જેનો ઉપયોગ તમે તમારા ઘરમાં મચ્છરોને ભગાડવા માટે કરી શકો છો. જેમ કે,
સિટ્રોનેલા લવિંગ દેવદાર/Cedarwood લવંડર ઇકોલિપ્ટર પુદીનો રોઝમેરી – છોડનો એક પ્રકાર
આ ઘરગથ્થુ સુગંધ ઉપરાંત લોકો મચ્છરને ભગાડવા માટે ઘરે અગરબત્તી અને ધૂપનો ઉપયોગ પણ કરી શકે છે. મચ્છરોને ઘરોથી દૂર રાખવા માટેની આ સ્મેલ ધરાવતા પ્રોડક્ટ્સ દુકાનો તેમજ ઓનલાઇન સ્ટોર્સમાં સરળતાથી ઉપલબ્ધ છે.
મચ્છરો માણસોમાં મેલેરિયા, ડેન્ગ્યુ, વેસ્ટ નાઇલ વાયરસ અને ઝિકા વાયરસ જેવા ઘણા જીવલેણ રોગો પણ ફેલાવે છે. આ જીવલેણ રોગોને તમારા ઘરથી દૂર રાખવા માટે તમે કેટલાક વધુ ઉપાયો અપનાવી શકો છો.
તમે આ ઘરગથ્થુ વસ્તુઓની મદદ પણ લઈ શકો છો
લસણ
લસણની સુગંધનો ઉપયોગ મચ્છરોને દૂર રાખવા માટે થાય છે. આ સિવાય લસણની ચટણી ખાવાથી પણ આ લોહી ચૂસતા મચ્છરો દૂર રહે છે.
તુલસી
તુલસીના છોડ ખરેખર તમારા ઘરમાં ઉગાડી શકાય છે. તેના પાંદડામાંથી કાઢેલું તેલ મચ્છરોને ભગાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
આ પણ વાંચો: ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
આ પણ વાંચો: Alert: જો તમને પણ સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)