બદલી દો માત્ર આ એક જ આદત તો દિવસ અને સ્વાસ્થ્ય રહેશે ચકાચક, જાણો વિગત

આપણને દરેક જગ્યાએ વહેલા ઉઠાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે વહેલા ઉઠવાના અનેક લાભો છે. જી હા સ્વાસ્થ્ય લાભોથી પણ અન્ય લાભો તમે મેળવી શકો છો. જાણો તેના વિશે.

બદલી દો માત્ર આ એક જ આદત તો દિવસ અને સ્વાસ્થ્ય રહેશે ચકાચક, જાણો વિગત
Health benefits of wake up early in the morning
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 23, 2021 | 10:47 AM

આપણે બધા બાળપણથી જ સાંભળીએ છીએ કે વહેલી સવારે (Early Morning) ઉઠાવું સ્વાસ્થ્ય (Health) માટે સારું છે. પરંતુ મોટાભાગના લોકો વ્યસ્ત જીવનશૈલીને કારણે તેનું પાલન કરી શકતા નથી. કોઈને વહેલી સવારે ઉઠવું પસંદ નથી. પરંતુ તેના ઘણા ફાયદા છે. વહેલું ઉઠાવું તમને દિવસભર ફિટ રાખે છે.

તમે તમારા બધા કામ સમયસર કરી શકો છો. તમે દરરોજ સવારે ઉઠીને વોકિંગ, કસરત અને યોગ કરી શકો છો. જે તમને સ્વસ્થ રાખશે. આ સિવાય તમે વગર ઉતાવળે શાંતિથી ઓફિસ જઇ શકશો અને રૂટિન કામ પણ પૂર્ણ કરી શકશો.

સવારે ઉઠવાથી આપણું શરીર સ્વસ્થ અને ફીટ (Healthy and Fit) રહે છે. એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠતા લોકોની બુદ્ધિ મોડા ઉઠનારા લોકો કરતા વધુ તીવ્ર હોય છે. ચાલો આપણે જાણીએ શું છે સવારે ઉઠવાના ફાયદા.

નાસ્તો

સવારની ભાગદોડમાં મોટાભાગના લોકો સવારનો નાસ્તો છોડી દે છે. જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તે જ સમયે જો તમે વહેલા ઉઠો છો, તો તમને નાસ્તો કરવા માટે સંપૂર્ણ સમય મળે છે અને નાસ્તો જમ્યા પછી ઓફીસ જશો. સવારનો નાસ્તો કરવાથી તમને આખો દિવસ ઉર્જા મળે છે. સવારનો નાસ્તો એ આપણા આહારનું એક અગત્યનું ભોજન છે, જે છોડવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આને લીધે જ્યારે તમને ભૂખ લાગે છે, ત્યારે તમે ચરબી અને ખાંડવાળી ચીજોનું સેવન કરો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.

કસરત

રોજ સવારે જાગ્યા પછી કસરત અને યોગ કરવા જોઈએ. વ્યાયામ કરવાથી શરીરમાં એડ્રેનાલાઈન હોર્મોન વધે છે, જે તમને દિવસભર સ્ફૂર્તિ આપે છે. વ્યાયામ તમને શારીરિક અને માનસિક રીતે ફીટ રાખે છે. આ સિવાય તમારી યાદશક્તિ પણ સારી બનાવે છે. એટલું જ નહીં સવારનો સમય કુદરતી પોષણ આપે છે.

રાત્રે સારી ઊંઘ આવે છે

સવારે વહેલા ઉઠી જવું તમને રાત્રે સારી ઊંઘમાં મદદ કરે છે. આ દ્વારા તમને પૂરતી ઊંઘ આવે છે. જેનાથી મેદસ્વીપણા સહિતની અન્ય બીમારીઓ થતી નથી. સારી ઊંઘ લેવાથી તમારી ત્વચા કુદરતી રીતે ગ્લો થાય છે.

મી ટાઈમ મળે છે

વ્યસ્ત જીવનમાં, મોટાભાગના લોકો પોતાના માટે સમય કાઢવામાં સમર્થ નથી. વહેલી સવારે જાગવાથી તમને વધુ સમય મળશે. જેમાં તમે તમારી જાત સાથે સમય વિતાવી શકશો. એટલું જ નહીં આ થકી તમે તણાવથી પણ દુર રહેશો.

આ પણ વાંચો: Health care : શિયાળામાં ઠંડી ઉડાડવા હીટર વાપરતા હોવ તો ચેતી જજો, સ્વાસ્થયને આ પ્રકારે કરે છે નુકસાન

આ પણ વાંચો: Health: પ્રેગ્નન્સી દરમિયાન મહિલા અને ગર્ભમાં રહેલ બાળકના સ્વાસ્થ્ય પર સ્ટ્રેસને લીધે થાય છે અસર, જાણો કેવી રીતે કરશો દૂર !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati