સાઇનસના ચેપથી થયુ મહિલા રેસલર Sara Leeનું મોત? જાણો તેનાથી બચવાના ઉપાયો

|

Oct 07, 2022 | 7:09 PM

હાલમાં જ રેસલિંગની દુનિયાનો એક ચમકતો તારો ખરી ગયો છે. રેસલિંગના સૌથી મોટા પ્લેટફોર્મ WWEની મહિલા રેસલર સારા લી (Sara Lee)નું આજે નિધન થયુ છે. તે જાણીતી મહિલા રેસલરની ઉંમર 30 વર્ષ હતી.

સાઇનસના ચેપથી થયુ મહિલા રેસલર Sara Leeનું મોત? જાણો તેનાથી બચવાના ઉપાયો
wrestler Sara Lee died
Image Credit source: File photo

Follow us on

WWE વિશે આજે દુનિયામાં સૌ કોઈ જાણે છે. તેની લોકપ્રિયતા એટલી છે કે નાના બાળકો પણ WWEના રેસલરની જેમ એકબીજા સાથે લડતા હોય છે. હાલમાં જ રેસલિંગની દુનિયાનો એક ચમકતો તારો ખરી ગયો છે. રેસલિંગના સૌથી મોટા પ્લેટફોર્મ WWEની મહિલા રેસલર સારા લી (Sara Lee)નું આજે નિધન થયુ છે. તે જાણીતી મહિલા રેસલરની ઉંમર 30 વર્ષ હતી. રિપોર્ટ અનુસાર, તેના પરિવાર દ્વારા તેના મોતનું કારણ હજુ સુધી જણાવવામાં નથી આવ્યુ. પણ એવુ માનવામાં આવી રહ્યુ છે કે, રેસલર સારા લીનું મોત સાઈનસ ઈન્ફેકશનને કારણે થઈ છે. સારા લી પરિવારે જ આજે તેના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. તેના સાઈનસ ઈન્ફેક્શનથી મોતની વાત એટલે પણ થઈ છે, કારણે કે તેણે આ ઈન્ફેકશન વિશેની ચર્ચા પહેલા પણ કરી હતી.

સાઈનસ ઈન્ફેક્શનની સમસ્યા દુનિયામાં સામાન્ય છે. દુનિયામાં દરેક બીજો વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમસ્યાની સારવાર સંભવ નથી. આ અહેવાલમાં તમને આ ઈન્ફેકશનના લક્ષણ અને તેનાથી રાહત મેળવવાના ઘરઘથ્થુ ઉપાયો વિશે જાણવા મળશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સારા લી એ પોતાના ઈન્સ્ટા પોસ્ટમાં કરી હતી સાઈનસ ઈન્ફેક્શનની વાત

2 દિવસ પહેલા જ મહિલા રેસલર સારા લી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પોતાના જીમ રુટીન, સ્વાસ્થ્યની સંભાળ અને સાઈનસ ઈન્ફેક્શનની સમસ્યાની વાત શેયર કરી હતી. આ મહિલા રેસલરની જેમ દુનિયામાં મોટી સંખ્યામાં લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

શું છે આ સાઈનસ ઈન્ફેક્શન ?

ઠંડકને કારણે ઘણા લોકોને શરદી કે છીંકની સમસ્યા શરુ થાય છે. પણ જો વગર કોઈ કારણે છીંક આવે છે તો તે સાઈનસ ઈન્ફેક્શનની સમસ્યા હોય શકે છે. સ્વાસ્થ્ય એકસપર્ટ અનુસાર, આ એક પ્રકારની એલર્જી હોય શકે છે, એવુ માનવામાં આવે છે કે તેની સારવાર માટે ઓપરેશન કરવુ જ પડે છે. સાઈનસ નાકમાં હાડકા વધવાની સમસ્યા સાથે જોડાયેલી બીમારી છે. તેના કારણે સતત છીંક આવે છે. સાઈનસને કારણે નાક વહેવા લાગે છે. તેના કારણે શરદી અને કફ પણ થાય છે.

આ રીતે મેળવો સાઈનસની બીમારીમાંથી રાહત

1. સાઈનસથી બચવા રોગપ્રતિકારક શકિત વધારો. તેના માટે વિટામિન સી ધરાવતા ફળો અને અન્ય વસ્તુઓનું સેવન કરો.

2. જો તમને લાગે છે કે તમારા નાકનું હાડકુ વધી ગયુ છે અને તમે સાઈનસના દર્દી છો. તો દિવસમાં 3 વાર સ્ટીમ જરુરથી લો.

3. ગરમ પાણીનો વધારે ઉપયોગ કરો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Published On - 7:08 pm, Fri, 7 October 22

Next Article