શિયાળો આવતા જ સાંધાનો દુખાવો શરૂ થઈ જાય છે! આ ત્રણ લીલા પાંદડા કરશે દવાનું કામ
શિયાળાની ઋતુ શરુ થતાં જ મોટા ભાગના લોકોને સાંધાના દુખાવાની સમસ્યા શરુ થઈ જાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો. સાંધાના દુખાવા શરુ થઈ જાય છે. પરંતુ આ ઋતુમાં તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ ફોલો કરી શકો છો જે તમને આ દુખાવામાંથી રાહત આપી શકે છે.

શિયાળામાં ઠંડી વધાવાની સાથે મોટાભાગના લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. આમ પણ વધતી ઉંમરે હાડકાં અને સાંધાના દુખાવાની ફરિયાદ વધુ રહે છે. જેના કારણે આર્થરાઈટિસ બિમારી પણ થઈ શકે છએ. આ બિમારીમાં સાંધાનો દુખાવો સામાન્યથી રહીનો ખુબ દુખાવો થઈ શકે છે. આ બિમારી સામાન્ય રીતે મોટીઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ હવે તો નાની વયે પણ લોકો આ બિમારીની ઝપેટમાં આવવા લાગ્યા છે.
હેલ્થ એક્સપર્ટ કહે છે કે, આર્થરાઈટિસનો દુખાવો ત્યારે થાય છે,જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે. અમે તમને અહીં કેટલાક પાંદડાનો ઉપાયો કરવા વિશે કહી રહ્યા છે તેનો ઉપયોગ કરો તેને સાંધાની પીડાથી રાહત મળી શકે છે.
ફુદીનાના પાંદડા
ફુદીનાના પાંદડાનો ઉપયોગ ચટણી બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ આપણી હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે. ફુદીનાનાં પાંદડામાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને ફોલેટ જોવા મળે છે. તેના એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ યુરિનથી પ્યુરીન દુર કરી સાંધાના સોજાને ઓછો કરે છે.
કોથમીર
કોથમીર કોઈ પણ સબ્જીનો સ્વાદ જ નહિ પરંતુ સુંગધ પણ વધારે છે. તમને જણાવી દઈએ કે, કોથમીરમાં થાયમિન, ફોરસ્ફોરસ, વિટામિન સીથી ભરપુર જોવા મળે છે. આ સાથે તે લોહીમાં યુરિક એસિડ અને ક્રિએટિનાઇનનું સ્તર પણ ઘટાડે છે.
આ પણ વાંચો : Diabetes Care: ડાયાબિટીસ દરેક ઋતુમાં કંટ્રોલમાં રહેશે, આ શાકભાજી ખાવાનું શરૂ કરો
એલોવેરા
સ્કિન માટે એલોવેરા ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરા સાંધાના દુખાવા માટે ખુબ ફાયદાકારક છે. એલોવેરામાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જે સોજાના દુખાવાને ઓછો કરે છે. તેમજ સાંધાના દુખાવામાં રાહત આપે છે. સામાન્ય રીતે એલોવેરાનો ઉપયોગ સનબર્ન, અને પિંપલ માટે કરવામાં આવે છે. પરંતુ તેનું જ્યુસ પીવાથી સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો