શું તમને પણ છે ગરમ ગરમ જમવાની ટેવ? જાણી લો તેના નુકસાન વિશે

|

Jan 02, 2022 | 10:03 PM

શિયાળાની ઋતુમાં ગરમ ગરમ જમવાની વાત અલગ છે, પરંતુ કેટલાક લોકોને શિયાળામાં હોય કે ઉનાળો ગરમ ખોરાક જ પસંદ કરતા હોય છે. ગરમ ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને આ કારણોસર ઘણા લોકોને ભોજન ગરમ પસંદ હોય છે.

શું તમને પણ છે ગરમ ગરમ જમવાની ટેવ? જાણી લો તેના નુકસાન વિશે
Symbolic Photo

Follow us on

શિયાળા (Winter)ની ઋતુમાં ગરમાગરમ ખોરાક ખાવો સૌને પસંદ હોય છે, જો કે ઘણા લોકો નિયમિતપણે ગરમ ખોરાક ખાતા હોય છે. ગરમ ખોરાક (Hot food) ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેનાથી શરીર (Body)ને ઘણું નુકસાન પણ થાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે પીઝા, બર્ગર અને ચૌમીન જેવા ઠંડા ખોરાક ખાવા માટે પૈસા શા માટે ખર્ચવા. ભલે ઠંડુ ખાવાનો સ્વાદ સારો ન હોય, પરંતુ ખૂબ ગરમ ખાવાનું સારું નથી. આવો તમને જણાવીએ કે વધુ પડતો ગરમ ​​ખોરાક ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

પેટને નુકસાન

શિયાળો હોય કે ઉનાળો, ખૂબ ગરમ ખોરાક ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નિયમિતપણે ખૂબ ગરમ ખોરાક ખાવાથી પેટને નુકસાન થાય છે. જો જોવામાં આવે તો પેટની અંદરની ત્વચા નાજુક હોય છે અને ગરમ ખોરાક અંદર જવાથી નુકસાન થાય છે. ક્યારેક આમ કરવાથી પેટમાં બળતરા અને ગરમીનો અહેસાસ પણ થાય છે.

જીભ બળવી

કેટલીકવાર લોકો ખૂબ ગરમ ખાવાની પ્રક્રિયામાં જીભ અથવા મોંમાં દાઝી જાય છે. ગરમ જમવાથી મોઢામાં ઘણી તકલીફો થાય છે અને તમને જમવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. જો ભૂલથી પણ આવું થઈ જાય તો પણ અંદરથી મોં મટાડવા માટે થોડા દિવસો સુધી માત્ર ઠંડા ખોરાકનું સેવન કરો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દાંતને નુકસાન

તજજ્ઞોના મતે વધુ પડતી ગરમ અને વધુ પડતી ઠંડી વસ્તુ ખાવાથી દાંતને નુકસાન થાય છે. વધુ પડતા ગરમ ખોરાકના સેવનથી દાંતમાં ઈનેમલ ક્રેક થવાની સંભાવના રહે છે. જેના કારણે દાંતનું સ્વાસ્થ્ય બગડે છે. તેની સાથે દાંતની સુંદરતા પર પણ ખરાબ અસર પડે છે.

ગળામાં સોજો

ગરમ-ગરમ ખોરાક ખાવાથી ગળાને ઘણું નુકસાન થાય છે. તેના કારણે ગળું અંદરથી બળી જાય છે અને તેના કારણે તેમાં સોજો પણ આવી જાય છે. આ સમસ્યા દરમિયાન અનેક ઘરગથ્થુ ઉપચારથી રાહત મળી શકે છે, પરંતુ ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ Health: કાજુ ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ Health: કિડનીને હંમેશા સ્વસ્થ અને રોગોથી દૂર રાખવા ઈચ્છો છો? આ 5 વસ્તુઓથી રહો દૂર

Next Article