Brown Sugar Vs White Sugar: બ્રાઉન સુગર કે વ્હાઈટ સુગર? કઈ ખાંડ છે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી

મોટાભાગની વાનગીઓમાં ખાંડનો ઉપયોગ થાય છે. ખાંડ બે પ્રકારની હોય છે, બ્રાઉન સુગર અને સફેદ ખાંડ. ચાલો આજે તમને જણાવી દઈએ કે બંનેમાંથી કઈ ખાંડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Brown Sugar Vs White Sugar: બ્રાઉન સુગર કે વ્હાઈટ સુગર? કઈ ખાંડ છે તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી
Brown Sugar or White Sugar know Which sugar is better for your health
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:30 AM

મોટેભાગે સફેદ ખાંડનો ઉપયોગ મીઠી વાનગીઓ બનાવવા માટે થાય છે. ખાંડ બે પ્રકારની હોય છે. તેમાં સફેદ ખાંડ (White Suger) અને બ્રાઉન સુગરનો સમાવેશ થાય છે. ગોળ અને સફેદ ખાંડ મિક્સ કરીને બ્રાઉન સુગર તૈયાર કરવામાં આવે છે. આ કારણોસર તેનો રંગ ભુરો હોય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી જેવા ગુણધર્મો છે. બ્રાઉન સુગર સફેદ ખાંડ કરતાં ઓછી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેથી, બ્રાઉન સુગર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

વજન ઘટાડવા માટે

સફેદ ખાંડની તુલનામાં બ્રાઉન સુગર ઓછી મીઠી હોય છે. ગોળ મેટાબોલિક રેટ ઝડપથી વધારે છે. તે ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. તેથી તે તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

ત્વચા સંભાળ માટે જરૂરી

બ્રાઉન સુગરમાં વિટામિન બી હોય છે. તે વૃદ્ધત્વની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ખનિજ તત્વો જોવા મળે છે. તે ત્વચાના કોષો માટે ફાયદાકારક છે. ત્વચાને ચમકાવવા માટે તમે બ્રાઉન સુગરનો ઉપયોગ સ્ક્રબર તરીકે પણ કરી શકો છો.

અસ્થમાની સારવાર માટે

અસ્થમાના દર્દીઓ સફેદ ખાંડને બદલે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકે છે. તેમાં રહેલા એન્ટિ-એલર્જિક ગુણધર્મો તમને અસ્થમાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

માસિકમાં દુખાવો ઓછો કરવા માટે

બ્રાઉન સુગર પોટેશિયમથી ભરપૂર હોય છે. પોટેશિયમ સ્નાયુઓને આરામ આપવાનું કામ કરે છે. પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે

બ્રાઉન સુગર પાચન તંત્ર માટે ફાયદાકારક છે. તે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે, તમે એક ગ્લાસ ગરમ પાણીમાં આદુ સાથે નાની ચમચી બ્રાઉન સુગરનું સેવન કરી શકો છો.

એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગ કરી શકાય છે

બ્રાઉન સુગર બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. આ ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તેથી તમે તેનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે પણ તમે કરી શકો છો.

આ પણ વાંચો: Amazing Benefits Of Walking: જાણો રાત્રે જમ્યા બાદ ચાલવાના અદ્દભુત ફાયદા

આ પણ વાંચો: Health Tips : ફક્ત સ્વાદ માટે જ નહીં, રસોડાના મસાલામાં સમાયો છે અનેક રોગોનો ઈલાજ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">