આ 4 કારણોથી થાય છે ફૂડ પોઇઝનિંગ, ચોમાસામાં સ્વાદનો ચટકો સ્વાસ્થ્ય બગાડી શકે છે

ચોમાસાના મહિનામાં પાચનતંત્ર ખોરવાઈ જાય છે, આવી સ્થિતિમાં ખાવાપીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. દૂષિત અને ખોટા ખોરાકને કારણે ફૂડ પોઇઝનિંગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. અહીં જાણો કયા બેક્ટેરિયા ફૂડ પોઇઝનિંગનું કારણ છે અને તેઓ કયા પ્રકારના ખોરાકમાં બને છે.

આ 4 કારણોથી થાય છે ફૂડ પોઇઝનિંગ, ચોમાસામાં સ્વાદનો ચટકો સ્વાસ્થ્ય બગાડી શકે છે
Bacteria and food that are responsible for food poisoning in the monsoon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:27 AM

ચોમાસાના મહિનામાં ઘણી વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેનાથી આપણું પાચનતંત્ર નબળું પડી જાય છે. આવી સ્થિતિમાં, ભારે ચીજો યોગ્ય રીતે પચતી નથી. બીજી બાજુ, જો તમે આ આહાર દરમિયાન બેદરકારી રાખો છો અથવા કંઇક આડું અવળું કાહો છો, તો પછી ફૂડ પોઇઝનિંગનું જોખમ પણ વધે છે. ફૂડ પોઇઝનિંગના બેક્ટેરિયા ખોરાકમાં ખૂબ જ ઝડપથી વિકસે છે અને ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચીને, આ બેક્ટેરિયા મોટે ભાગે જઠરાંત્રિય માર્ગમાં બળતરા પેદા કરે છે.

આ જ કારણ છે કે ફૂડ પોઇઝનિંગને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને લોકોને ફૂડ પોઇઝનિંગને કારણે ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને તાવ જેવી સમસ્યાઓ થાય છે. એટલા માટે આપણે ઋતુ અનુસાર આપણા ખોરાક વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે. ચાલો જાણીએ કયા બેક્ટેરિયા ફૂડ પોઇઝનિંગનું કારણ છે અને કયા પ્રકારનાં ખોરાકમાં તે હોત છે.

1. સાલ્મોનેલા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાલ્મોનેલા એ બેક્ટેરિયાનું એક ગ્રુપ છે જે મોટે ભાગે અડધા પાકેલા ખોરાકમાં બને છે. તેથી, જ્યારે તમે અડધા પાકેલા માંસ, અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધ અથવા પનીરનું સેવન કરો છો, ત્યારે ફૂડ પોઇઝનિંગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. આ સિવાય આ બેક્ટેરિયા કેટલાક પ્રકારના ફળોમાં પણ બની શકે છે. જેમ કે તરબૂચ, અને સ્પ્રાઉટ્સ. તમને આ ખાધા પછી તરત જ ફૂડ પોઇઝનિંગના લક્ષણો જોવા મળતા નથી. લક્ષણો દેખાવવામાં એકથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

2. ક્લોસ્ટ્રીડિયમ પરફ્રિંગેન્સ

આ બેક્ટેરિયા મોટાભાગે મોટા પ્રમાણમાં બનેલા ખોરાકમાં જોવા મળે છે. મોટે ભાગે કેન્ટિન, ફેકટરીઓ, હોસ્પિટલ અથવા કેટરડ ઇવેન્ટ્સના ફૂડમાં આ બેક્ટેરિયાને કારણે સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમને પેટમાં દુખાવો અથવા ખેંચાણ અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે અને તમે થોડા દિવસો માટે બીમાર રહી શકો છો.

3. નોરોવાયરસ

નોરોવાયરસ ફૂડ પોઇઝનિંગના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે. તેને સ્ટમક ફ્લૂ પણ કહેવામાં આવે છે. નોરોવાયરસ દૂષિત વસ્તુઓ ખાવાથી આવે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત, નોરોવાયરસથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવવું, સામાન્ય જગ્યા જેમ કે દરવાજા અથવા બારી વગેરેને સ્પર્શ કરવો, જે ચેપગ્રસ્ત વ્યક્તિએ સ્પર્શ કર્યો છે તે પણ તમને અસર કરી શકે છે. આનાથી બચવા માટે, સ્વચ્છતાની વિશેષ કાળજી લેવાની જરૂર છે. ખાસ કરીને ચોમાસાના મહિનામાં દૂષિત ખોરાક ખાવાનું ટાળો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. તેના લક્ષણો એકથી ત્રણ દિવસ સુધી આવી શકે છે.

4. લિસ્ટેરિયા

આ બેક્ટેરિયા ઓછા તાપમાને પણ વિકસી શકે છે, તેથી તે ફ્રિજમાં રાખેલી વસ્તુઓમાં સરળતાથી વધે છે. આ બેક્ટેરિયા માછલી, અનપેસ્ટ્યુરાઇઝ્ડ ચીઝ, આઈસ્ક્રીમ, વગેરેમાં પણ મળી શકે છે. તેના લક્ષણો 24 કલાકની અંદર દેખાવા લાગે છે. તેના લક્ષણોમાં ઉલટી, ગભરાટ વગેરે થઇ શકે છે.

આ પણ વાંચો: બાથરુમમાં નહાવાના સમયે જ હાર્ટ એટેક કેમ આવે છે ? તમે ક્યારે પણ ન કરો આ ભૂલ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : જો તમે સવારના રાંધેલા ભાત સાંજે અને સાંજના રાંધેલા ભાત સવારે ખાતા હોવ, તો આ તમારે ખાસ વાંચવુ

g clip-path="url(#clip0_868_265)">