Health: શું તમે જાણો છો બીટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ છે ? વધારે બીટ ખાવાથી કિડની-લિવરને થઈ શકે છે નુકસાન !

|

Dec 12, 2021 | 8:49 PM

તમામ લોકો એવુ માને છે કે બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે. બીટનો રસ પણ શરીરને અનેક રીતે ફાયદો કરે છે. જો કે, તેને વધુ ખાવાથી આડઅસર પણ જોવા મળે છે.

Health: શું તમે જાણો છો બીટ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ છે ? વધારે બીટ ખાવાથી કિડની-લિવરને થઈ શકે છે નુકસાન !
Beetroot

Follow us on

બીટ(Beetroot)ને સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો રસ ઘણા પોષક તત્વો(Nutrients)થી સમૃદ્ધ છે. જો કે તેનાથી દરેકને ફાયદો થતો નથી. બીટમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. સીમિત માત્રામાં બીટરૂટ ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

 

પથરી થવાનું જોખમ

ક્લિનિકલ ન્યુટ્રિશન રિસર્ચ અનુસાર, બીટમાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે અને તેના કારણે પથરી બને છે. જો તમને પહેલાથી જ પથરીની સમસ્યા છે, તો ડૉક્ટર તમને બીટરૂટ અથવા તેના રસનું સેવન બંધ કરવાની સલાહ આપી શકે છે. બીટમાં જોવા મળતું ઓક્સાલેટ કિડની સ્ટોનની આડઅસરોમાં વધારો કરી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

એલર્જી થઇ શકે

બીટના કારણે એનાફિલેક્સિસની સમસ્યા થઈ શકે છે. જો કે, તેના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. આ એક પ્રકારની એલર્જીની સમસ્યા છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો અથવા તો અસ્થમાના લક્ષણો આવવા લાગે છે. આવી સ્થિતિમાં બીટનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

યુરિનનો રંગ બદલાઇ જાય

બીટ વધુ પ્રમાણમાં ખાવાની આડઅસરો થતી પણ જોવા મળે છે. જે લોકો બીટ વધારે ખાય છે તેમને સમસ્યા થઈ શકે છે. તેના કારણે યુરિનનો રંગ ગુલાબી અથવા ઘાટા લાલમાં બદલાઈ જાય છે. આયર્નની ઉણપ ધરાવતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. બીટરૂટ વધુ ખાવાથી સ્ટૂલનો રંગ લાલ કે કાળો થઈ શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા બહુ ગંભીર હોતી નથી અને તે જાતે જ ઠીક પણ થઈ જાય છે.

લીવર ડેમેજ થઇ શકે

અભ્યાસ દર્શાવે છે કે બીટના વધુ પડતા સેવનથી પણ લીવરની સમસ્યા થઈ શકે છે. બીટમાં કોપર, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ હોય છે. આ મિનરલ્સ લીવરમાં મોટી માત્રામાં જમા થવા લાગે છે અને તેને નુકસાન પહોંચાડે છે. બીટ વધુ ખાવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઘટી જાય છે, જેનાથી હાડકાંની સમસ્યા વધે છે.

પેટ ખરાબ થઇ શકે

બીટમાં નાઈટ્રેટ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે નાઈટ્રેટની વધુ માત્રા પેટમાં ખેંચાણ પેદા કરી શકે છે. તેનો રસ કેટલાક લોકોના પેટને પણ ખરાબ કરી શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. નાઈટ્રેટ્સને કારણે સગર્ભા સ્ત્રીઓને બીટરૂટનું બહુ ઓછી માત્રામાં સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ  પણ વાંચો: GUJARAT : રસ્તા પર રખડતા ઢોરનું રાજ, આખલાઓ માટે રસ્તાઓ બન્યા યુદ્ધનું મેદાન

આ પણ વાંચો : Surendranagar: ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ બન્યા કરાટે ચેમ્પીયન, ઓલ ઈન્ડિયા કરાટે સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

Published On - 7:52 pm, Sun, 12 December 21

Next Article