GUJARAT : રસ્તા પર રખડતા ઢોરનું રાજ, આખલાઓ માટે રસ્તાઓ બન્યા યુદ્ધનું મેદાન
BULL FIGHT : રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
AHMEDABAD : રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાહનચાલકો અને રાહદારીઓ એક મોટી મુસીબતથી પરેશાન છે.આ મુસીબત છે રસ્તા પર રખડતા ઢોરની. જાહેર રસ્તા પર ફરતા આ રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકો માટે રસ્તા પર રખડતું મોત સાબિત થઈ રહ્યા છે.રાજ્યના અનેક શહેરોમાં રસ્તા પર રખડતા ઢોરનો આતંક વધ્યો છે.. જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, વલસાડ, વડોદરા અને અમદાવાદમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
રસ્તે રખડતી આ રંજાડનો ક્યારે અંત આવશે તે બાબતે તંત્ર પણ હાથ ઉચ્ચા કરીને મુકપ્રેક્ષકની ભુમિકા ભજવતી હોય તેવું લાગી રહ્યું છે..રસ્તા પરની આ સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ઘરની બહાર નિકળતા લોકો થરથર કાપી રહ્યા છે.કારણ કે અજાણતી આફત ક્યારે પણ આવી ને હુમલો કરી શકે છે. રખડતા ઢોરના આતંકની સમસ્યાને લઈ સ્થાનિકોએ અને મોટા નેતાઓએ પણ અનેક રજૂઆત કરી છે. પરંતુ તંત્ર તરફથી માત્ર કામની જગ્યાએ માત્ર વાતો અને દાવાઓ જ કરવામાં આવતા હોવાનું સાબીત થઈ રહ્યુ છે.
આ પણ વાંચો : પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા