Surendranagar: ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ બન્યા કરાટે ચેમ્પીયન, ઓલ ઈન્ડિયા કરાટે સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ
કરાટે સ્પર્ધામાં ભક્તિએ અને નૈતિકે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ મેળવ્યુ છે. બંને બાળકોએ પરિવાર સહિત ઝાલાવાડ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
સુરેન્દ્રનગર(Surendranagar)ના ધોરણ 7માં અભ્યાસ કરતા બે બાળકોએ કરાટે(Karate)માં નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ(Gold medal) મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આ બંને વિદ્યાર્થીઓએ સોમનાથ ખાતે યોજાયેલ 23મી ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધા(All India Karate Competition)માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા ધોરણ ૭માં અભ્યાસ કરતી ભક્તિ પટેલ અને નૈતિક ધોળકીયા શરૂઆતથી જ અભ્યાસમાં તો હોશિયાર છે. પરંતુ સાથે સાથે રમત ગમતમાં પણ ખાસ રૂચિ ધરાવે છે. પોતાની સ્કૂલમાં શીખવવામાં આવતી કરાટે રમતમાં ભક્તિને વધુ રસ હોવાથી માતા પિતાએ તેને ખાનગી કરાટે કોચિંગ ક્લાસમાં મૂકી હતી. જે બાદ તે કરાટેમાં ઘણી આગળ વધી.
આ કરાટે ક્લાસમાં ભક્તિ સાથે નૈતિક પણ કોચના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી રહ્યો હતો. આ બંનેએ સાથે જ તાજેતરમાં સોમનાથમાં યોજાયેલ નેશનલ લેવલની ૨૩મી ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં જીલ્લાના અંદાજે ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે ભાગ લીધો હતો.
ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું
આ કરાટે સ્પર્ધામાં ભક્તિએ અને નૈતિકે સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ મેળવ્યુ છે. બંને બાળકોએ પરિવાર સહિત ઝાલાવાડ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. બંને બાળકોએ કરાટેમાં જિલ્લાનું ગૌરવ વધારતા પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પરિવારમાં ખુશીનો માહોલ
નૈતિક અને ભક્તિની આ સિદ્ધિ બદલ માતા-પિતાએ પણ ગર્વની લાગણી અનુભવી હતી અને દરેક માતા-પિતાને દીકરીને પણ દીકરો જ સમજી અભ્યાસ સાથે આજના જમાનામાં સ્વરક્ષણ માટે દીકરીઓને કરાટે, જુડો જેવી રમતો શીખવી પગભર બનાવવા અપીલ કરી હતી. જ્યારે પરિવારજનોએ પણ એકબીજાનું મીઠું મો કરાવી ભક્તિને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા હતાં.
આ પણ વાંચોઃ કચ્છના બે સ્થળો બન્યા વધુ રમણીય, વૃક્ષો પર સંદેશા સાથેના ચિત્રો દોરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ
આ પણ વાંચોઃ SURAT : બારડોલી અને પલસાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ-મહિલાઓને ઝાડા-ઉલ્ટી