AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે સવારે ઉઠીને કરો આ કામ

જે લોકો ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ છે તેમણે એવી દિનચર્યા કરવી જોઈએ કે તેમની બ્લડ સુગર ન તો ઘટે કે ન વધે. આ માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

Diabetes: બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે સવારે ઉઠીને કરો આ કામ
Diabetes
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 6:29 PM
Share

તણાવ અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. ડાયાબિટીસનો રોગ હવે યુવા પેઢીમાં પણ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ડાયાબિટીસને નિયંત્રિત કરવું એટલું સરળ નથી જેટલું લાગે છે. આપણા રોજિંદા કામથી લઈને ખાવા-પીવાની આદતો અને અન્ય પ્રવૃત્તિઓમાં ઘણા ફેરફારો કરવા પડે છે, જેના પછી જ બ્લડ સુગરનું સ્તર સામાન્ય રાખી શકાય છે. જે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે, તેઓએ તેમની દિનચર્યા એવી બનાવવી જોઈએ, જેથી તેમની બ્લડ સુગર ન તો ઘટે કે ન વધે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી બ્લડ સુગર ચેક કરી શકો છો.

બ્લડ સુગર તપાસો

તમને જણાવી દઈએ કે જે લોકો ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત છે, તેમણે દરરોજ સવારે ભોજન કરતા પહેલા તેમના બ્લડ શુગર લેવલની તપાસ કરવી જોઈએ. આનાથી તેઓ જાણી શકે છે કે તેમના શરીરમાં સુગરનું સ્તર શું છે. આનાથી તે દિવસભર મહત્વની બાબતોનું ધ્યાન પણ રાખી શકે છે.

નાસ્તો કરવાનું ભૂલશો નહીં

ધ્યાનમાં રાખો કે ડાયાબિટીસમાં આહાર ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. એટલે ક્યાંરેક સમયનો અભાવ હોય તો પણ નાસ્તો કરવાનું ભૂલશો નહીં. તમને જણાવી દઈએ કે સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે.

પગ પર ધ્યાન આપો

ડાયાબિટીસની સીધી અસર પગ પર પડે છે. આના કારણે નર્વ ડેમેજ થવાનું જોખમ રહેલું છે, જેના કારણે પગ કાપવામાં આવે ત્યાં સુધી ઘણી વખત સ્થિતિ જરૂરિયાત કરતાં વધુ ખરાબ થઈ જાય છે. ધ્યાન રાખો કે જો પગમાં કોઈપણ પ્રકારની ફોલ્લીઓ, સોજો કે ગઠ્ઠો હોય તો તેની નીયમીત તપાસ કરો અને નિષ્ણાતને બતાવો.

શરીરને હાઇડ્રેટેડ રાખો

શરીરને હાઇડ્રેટ રાખવું પણ જરૂરી છે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે પાણી પીવો અને ઘરની બહાર નીકળતી વખતે પણ પાણીની બોટલ સાથે રાખો. દિવસભર પૂરતું પાણી પીવું ડાયાબિટીસમાં ફાયદાકારક છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

g clip-path="url(#clip0_868_265)">