કોથમીર માત્ર સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ, જાણો તેના સ્વાસ્થ્ય લાભ

કોથમીર માત્ર સજાવટ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ, જાણો તેના સ્વાસ્થ્ય લાભ
Coriander is best not only for food decoration but also for health, know its health benefits

કોથમીરનો ઉપયોગ આપણે ત્યાં સજાવટ માટે થાય છે. તેમજ વધારે ચટણી બનાવવા માટે પણ થાય છે. ચાલો આજે તમને જણાવીએ કોથમીરના સ્વાસ્થ્ય લાભ.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 08, 2021 | 10:01 AM

તમે ઘણી પ્રકારની વાનગીઓમાં કોથમીરનો ઉપયોગ કરો છો. તેનો ઉપયોગ ચટણી અને પરાઠા માટે કરી શકો છો. કોથમીર તમારા ખોરાકમાં અનન્ય સ્વાદ ઉમેરવાનું કામ કરે છે. સ્વાદ ઉપરાંત, તે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતી છે. તમે કોથમીરનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. કોથમીરમાં હૃદયની તંદુરસ્તી અને દ્રષ્ટિ સુધારવાની ક્ષમતા છે. તેમજ કોથમીરથી પાચનમાં સુધારો થઇ શકે છે. ચાલો જાણીએ કોથમીરના ફાયદા.

તમારા હૃદયની તંદુરસ્તી જાળવે છે

જેમ જેમ આપણી ઉંમર વચે છે, તેમ તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. તેથી, વિટામિન્સ અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાકનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. કોથમીર કેલ્શિયમ, આયર્ન અને મેંગેનીઝથી સમૃદ્ધ છે. જે આપણા હાડક અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

માસિકની અનિયમિતતા અટકાવે છે

કોથમીરના પાંદડા અનિયમિત પીરિયડ્સ ધરાવતી મહિલાઓ માટે ફાયદાકારક છે. આ જડીબુટ્ટીમાં એસ્કોર્બિક એસિડ, પાલ્મીટીક એસિડ, લિનોલીક એસિડ અને સ્ટીઅરિક એસિડ હોય છે. આનું સેવન કરવાથી, માસિક સ્રાવ યોગ્ય રહે છે, તેમજ પીડા ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

એક અભ્યાસ મુજબ, કોથમીરમાં આવા કેટલાક સંયોજનો છે જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે એન્જાઈમ સક્રિય કરે છે જે લોહીમાંથી સુગર દૂર કરવાનું કામ કરે છે.

દ્રષ્ટિ સુધારે છે

સતત ટીવી, મોબાઈલ ફોન અને લેપટોપ સ્ક્રીન જોવાથી આંખો પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં કોથમીર ખૂબ અસરકારક છે. જો તમે કોથમીર અથવા તેના બીજનું સેવન કરો છો, તો તે આંખો માટે ફાયદાકારક છે. કોથમીરમાં આયર્ન અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી દ્રષ્ટિ સારી રાખે છે. તે એનિમિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

તણાવ ઓછો કરે છે

કોથમીર તમારા પાચનને પ્રોત્સાહન આપે છે, જે તમારા શરીરમાં તણાવ ઘટાડે છે. આ પાંદડા આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કોથમીરમાં હાજર પોષક તત્વો શરીર પર ઓક્સિડેટીવ તણાવ પણ ઘટાડે છે.

પાચનમાં સુધારો કરે છે

કોથમીરના પાનમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પાચનમાં સુધારો કરી શકે છે. તે ચયાપચયને વેગ આપે છે. પેટનું ફૂલવું અને કબજિયાતને દૂર રાખવામાં મદદ કરે છે. આનાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. આ તમને વધારે ખાવાથી અટકાવે છે.

આ પણ વાંચો: ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો તુલસી-હળદરનો ઉકાળો, જાણો રીત અને ફાયદા

આ પણ વાંચો: Headache: માથાનો દુખાવો દૂર કરવા માટેના 3 અસરકારક યોગાસન, આજથી જ શરુ કરી દો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati