AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cervical Treatment: સર્વાઈકલ દર્દથી પીડાવ છો? તો આ રીતે દુખાવાને દુર કરો

સર્વાઇકલના દુખાવામાં રાહત મેળવવા માટે ડૉક્ટર પાસે જવા સિવાય દરરોજ કસરત કરવી જોઈએ. ગરદનની કસરત સર્વાઇકલ એક્સરસાઇઝના (Cervical Exercise) લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ સર્વાઈકલ દુ:ખાવાથી રાહત મેળવવા માટેની કસરતો વિશે.

Cervical Treatment: સર્વાઈકલ દર્દથી પીડાવ છો? તો આ રીતે દુખાવાને દુર કરો
Cervical
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:26 AM
Share

Exercise for Cervical: સર્વાઈકલ (Cervical) સ્પોન્ડિલોસિસની સમસ્યા આજકાલ દરેક ઉંમરના લોકોમાં વધુને વધુ જોવા મળી રહી છે. સર્વાઇકલ (Cervical Pain)ને કારણે વ્યક્તિ ગરદનના દુખાવા અને ચક્કર આવવાની સમસ્યાથી પીડાય છે. ક્યારેક દુખાવો એટલો વધી જાય છે કે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. કેટલીકવાર સર્વાઇકલ સ્પાઇનની નબળાઇ હોય છે. સર્વાઇકલના દુખાવામાં રાહત મેળવવા માટે ડૉક્ટર પાસે જવા સિવાય દરરોજ કસરત કરવી જોઈએ. ગરદનની કસરત સર્વાઇકલ એક્સરસાઇઝના (Cervical Exercise) લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ સર્વાઈકલ દુ:ખાવાથી રાહત મેળવવા માટેની કસરતો વિશે.

આ ખાસ નેક એક્સરસાઈઝ તમને સર્વાઈકલના દુખાવામાં રાહત આપશે

1. નેક સ્ટ્રેચ

સૌ પ્રથમ, તમારા શરીરને સીધા રાખીને બેસો. આ પછી તમારી દાઢી ફરીથી આગળ લઈ જાઓ. જ્યાં સુધી તમને તમારી ગરદનમાં ખેંચાણ ન લાગે ત્યાં સુધી આ પ્રક્રિયા કરો. આ સ્થિતિમાં તમે તમારી જાતને 5 સેકન્ડ સુધી રાખો અને તે પછી તમારા માથાને સામાન્ય સ્થિતિમાં લાવો. આ પછી તમે તમારા માથાને ધીમે ધીમે પાછળની તરફ ખસેડો અને પછી દાઢીને ઉપર ઉઠાવો અને 5 સેકન્ડ સુધી આ રીતે રહો. તમે આ લગભગ 5 વખત કરો.

2. નેક ટિલ્ટ

આ માટે સૌથી પહેલા એક જગ્યાએ સીધી કમર રાખીને બેસો અને પછી દાઢીને નીચેની તરફ લઈ જાઓ. પછી તમે તમારી દાઢીથી તમારી છાતીને આરામથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. આ સ્થિતિમાં તમે તમારી જાતને ઓછામાં ઓછી 5 સેકન્ડ માટે રાખો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો. તમારે આ ઓછામાં ઓછું 5 વખત કરવું જોઈએ.

3. સાઈડ ટુ સાઈડ નેક ટિલ્ટ

આ માટે તમે તમારી ગરદનને સીધી કરીને બેસો અને તેને એક તરફ નમાવો. જ્યારે તમારો કાન ખભાને સંપૂર્ણ રીતે સ્પર્શવા લાગે તો ત્યાં જ રોકાઈ જાઓ. લગભગ 5 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી સામાન્ય સ્થિતિમાં આવો. હવે ફરીથી તમારું માથું સામાન્ય સ્થિતિમાં લઈ જઈને ગરદનને બીજા ખભા તરફ નમાવીને 5 સેકન્ડ સુધી એ સ્થિતિમાં રહો. બને ત્યાં સુધી આ 5 વખત કરો.

4. નેક ટર્ન

તમારી કમર સીધી કરીને તમે એક જગ્યાએ બેસો અને પછી ગરદનને એક બાજુ કરો. ગરદનને બને તેટલું ફેરવો અને પછી ઓછામાં ઓછી 5 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. હવે ગરદનને સામાન્ય સ્થિતિમાં લાવો અને પછી તેને બીજી બાજુ ફેરવો. તમે આ ઓછામાં ઓછું 5 વખત કરો.

(નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : World Earth Day 2022: આબોહવા પરિવર્તન આપણા જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે, ગૂગલે ડૂડલ દ્વારા જણાવ્યું

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">