AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H3N2 virus : ગુજરાતમાં પણ વધી રહ્યા છે H3N2 વાયરસના કેસ, તેનાથી બચવા આ સાવચેતી રાખો

H3N2 Virus : હવામાનમાં ફેરફારને કારણે H3N2 કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાંસી-શરદી, ગળામાં બળતરા, તાવ, ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો આ ફ્લૂના સામાન્ય લક્ષણો છે.

H3N2 virus : ગુજરાતમાં પણ વધી રહ્યા છે H3N2 વાયરસના કેસ, તેનાથી બચવા આ સાવચેતી રાખો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2023 | 2:05 PM
Share

કોવિડ-19 પછી હવે ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂનો H3N2 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં તાજેતરમાં H3A2 થી પીડિત 3 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં પણ એક મહિલાનું આ વાયરસથી મોત થયુ છે. ગુજરાતમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. ડોકટરોના મતે, તે H3N2 ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર છે. તે ખૂબ જ સક્રિય બની ગયો છે. હેલ્થ પ્રોફેશનલ્સના મતે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ ફ્લૂનો વધુને વધુ શિકાર બની રહ્યા છે.

લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

હવામાનમાં ફેરફારને કારણે H3N2 કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાંસી-શરદી, ગળામાં બળતરા, તાવ, ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો આ ફ્લૂના સામાન્ય લક્ષણો છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ વાયરસથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કઈ સાવચેતીનું પાલન કરવું જોઈએ.

આ સાવચેતીઓ અનુસરો

  1. તમારા હાથ વારંવાર ધોવાનું રાખો. હાથ ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરો. આ સિવાય તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરી શકો છો.
  2. તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. તમારી આંખો, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. આવી જગ્યાઓને સ્પર્શ કરવાનું ટાળો જેના કારણે તમે આ વાયરસનો શિકાર બની શકો છો.
  3. ખૂબ ગીચ સ્થળોએ જવાનું ટાળો. બીમાર લોકોથી અંતર રાખો. માસ્ક પહેરવાનું રાખો. હેન્ડ સેનિટાઈઝર તમારી સાથે રાખો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું ટાળો.
  4. તમારી પાણીની બોટલ, ટુવાલ અથવા કપડાં વગેરે કોઈની સાથે શેર કરવાનું ટાળો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ડોક્ટરની સલાહ વિના કોઈપણ એન્ટિબાયોટિક દવા લેવાનું ટાળો.

આ વાયરસનો ઈતિહાસ શું છે

2011 માં, એવિયન, સ્વાઈન અને હ્યુમન ફ્લૂ વાયરસના જનીનો સાથેનો ચોક્કસ H3N2 વાયરસ અને 2009ના H1N1 રોગચાળાના વાયરસમાંથી M જીન પ્રથમ વખત મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફરતો હતો અને 2011 માં પ્રથમ વખત માનવોમાં જોવા મળ્યો હતો. 2009 M જનીનનો સમાવેશ આ વાયરસને અન્ય સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતાં લોકોને વધુ સરળતાથી સંક્રમિત કરવાની મંજૂરી આપે છે.

g clip-path="url(#clip0_868_265)">