Breaking News: રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત, વડોદરાની 58 વર્ષીય પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત
Vadodara: રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. વડોદરાની પ્રૌઢા નવા વાયરસના ચેપનો ભોગ બની હતી. શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષીય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.
દેશમાં કોરોના બાદ હવે H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હાલ H1N1ના 77 જેટલા કેસ છે. જયારે H3N2ના 3 જેટલા કેસ છે. જેમા H3N2 વાયરસથી રાજ્યમાં પ્રથમ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે. વડોદરાની પ્રૌઢા નવા વાયરસના ચેપનો ભોગ બની હતી. શહેરના ફતેગંજ વિસ્તારના 58 વર્ષિય મહિલાનું H3N2ને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મહિલાની SSG હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલતી હતી. મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા અને વેન્ટિલેટર પર હતા. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.
અમદાવાદમાં પણ ચિંતાજનક રીતે H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સામાન્ય લક્ષણોના દર્દીઓ વધુ નોંધાઈ રહ્યા છે. તથા વૃદ્ધો અને બાળકોમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે. H3N2 વાયરસના કેસમાં ખાંસી અને કફ લાંબા સમય સુધી રહે છે અને હાઈગ્રીડ ફીવર તેમજ ન્યુમોનિયા થવાની પણ શક્યતા જોવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે IMAની ગાઈડલાઈન મુજબ આ વાયરસમાં એન્ટિબાયોટિકની જરૂરિયાત હોતી નથી.
H3N2 વાયરસ ભૂંડમાંથી ફેલાયો હોવાની વાત કહેવાઈ રહી છે. જે માણસોને સંક્રમિત કરી રહ્યો છે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે, આ ફક્ત બેવડી ઋતુના કારણે ફેલાયેલો ફ્લૂ છે. જે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફેલાય છે. માર્ચ બાદ તેના કેસોમાં ઘટાડો નોંધાશે. જોકે વાયરસથી બચવા માટે લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તેવી સલાહ તબીબો આપી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ડબલ ઋતુના કારણે પણ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ભલે H3N2 વાયરસ જીવલેણ ન હોય તેમ છતા તેનાથી સાવચેતી રાખવાની સલાહ તબીબો આપી રહ્યા છે. વળી આ એક વાયરસ હોવા છતા કોરોનાની જેમ તેની કોઈ ઘાતક લહેર નહીં આવે.
આ પણ વાંચો: Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો, નવા 45 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 233
સુરતમાં 31 વર્ષિય મહિલાનું મોત
આ તરફ હાલ રાજ્યમાં કોરોનાએ પણ ફરી માથુ ઉંચક્યુ છે. રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો છે. ગઈકાલે 45 નવા કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ છે. જેમા બે દિવસ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. શરદી, ખાંસી અને કફની તકલીફ બાદ મહિલાનું મોત થયુ હતુ.