શું કોલેસ્ટ્રોલ અને હૃદયરોગના દર્દીઓ ખાઇ શકે છે ઘી અને માખણ ? જાણો શું કહે છે નિષ્ણાંત
બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદયની બીમારીઓ જેવી સમસ્યાઓ થાય છે તો તેને કેવી રીતે નિયંત્રણમાં લાવવી,જેથી જોખમ વધારે ન વધે. આહારમાં વધુ પડતી ચરબીનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે હૃદયના દર્દીઓ ઘી કે માખણ ખાવાનું ટાળે છે.

ખરાબ જીવનશૈલી અને જંક ફુટ અને ફાસ્ટફુડ જેવી ખાણી-પીણીની આદતને કારણે ઘણી સ્વાસ્થ્ય સમયસ્યા થાય છે, આ જ આદતના કારણથી લોકોમાં બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદયની બીમારીઓ જેવી સમસ્યાઓ આવે છે. પહેલા હૃદય સંબંધીત સમસ્યા આધેડ કે વદ્ધોમાં જ વધારે જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનોમાં આવા પ્રકારની બિમારીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.
હવે સવાલ એ છે કે બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદયની બીમારીઓ જેવી સમસ્યાઓ થાય છે તો તેને કેવી રીતે નિયંત્રણમાં લાવવી,જેથી જોખમ વધારે ન વધે. આહારમાં વધુ પડતી ચરબીનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. આ જ કારણ છે કે હૃદયના દર્દીઓ ઘી કે માખણ ખાવાનું ટાળે છે.
શું કહે છે આરોગ્ય નિષ્ણાતો ?
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હૃદયરોગના દર્દીઓની ખાવા-પીવાની ટેવ પણ મર્યાદિત બની જાય છે. મોટાભાગના હૃદયરોગના દર્દીઓ તેમના આહારમાં ઘી અને માખણનો સમાવેશ કરવાનું ટાળે છે. પરંતુ સવાલ એ છે કે શું હૃદયરોગના દર્દીઓએ ખરેખર ઘી કે માખણથી દૂર રહેવું જોઈએ કે પછી તેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. અમે આ અંગે અમારા નિષ્ણાતો સાથે પણ વાત કરી છે.
યોગ ગુરુ અને ધ યોગ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ. હંસા યોગેન્દ્ર કહે છે કે આ બાબતને લઈને લોકોમાં ઘણી વાર મૂંઝવણ રહે છે. ઘી અને માખણમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધારે હોય છે. આ જ કારણ છે કે હૃદય રોગનો ખતરો વધી જાય છે.
શું હૃદયરોગના દર્દીઓ ઘી અને માખણ ખાવાનું ટાળવું ?
ડો.હંસા યોગેન્દ્ર કહે છે કે હૃદયના દર્દીઓ ઘરે બનાવેલું માખણ અને ઘી ઓછી માત્રામાં ખાઈ શકે છે. પનીર, કઠોળ અને શાકભાજી જેવા પ્રોટીનયુક્ત આહાર પર ધ્યાન આપો. આ સાથે ખાંડ અને ઉચ્ચ સોડિયમવાળી વસ્તુઓને મર્યાદિત કરો. તમારા આહારમાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સને બદલે આખા અનાજનો સમાવેશ કરો.
પોતાની જાતને હાઇડ્રેટેડ રાખો
આ સિવાય તમારા ખાવા પર પણ નિયંત્રણ રાખો. તમારી જાતને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખો. આ માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને હાઇડ્રેટેડ રહો. આલ્કોહોલનું સેવન ટાળો. બ્લડ શુગર અને બ્લડ પ્રેશર નિયમિતપણે તપાસ કરાવો જરૂર જણાય તો તેને લગતી દવા યોગ્ય માત્રામાં લો. તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા રહો.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
