Benefits of Watermelon Peel : તરબુચની છાલ પણ આરોગ્ય માટે છે લાભકારક, જાણો આ ફાયદાઓ

Benefits of Watermelon Peel : તરબુચની છાલમાં અનેક પોષકતત્વો રહેલા છે. જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં લાવવા સાથે જ ત્વચાને પણ નિખારે છે.

Benefits of Watermelon Peel : તરબુચની છાલ પણ આરોગ્ય માટે છે લાભકારક, જાણો આ ફાયદાઓ
watermalon image
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 20, 2021 | 3:01 PM

Benefits of Watermelon Peel: તરબુચને ઉનાળાની ગરમીમાં તરબુચને સૌથી સારું ફળ માનવામાં આવે છે.  તરબુચ આરોગ્ય માટે અનેક રીતે લાભકારક છે. વિટામિનની ભરપુર માત્રાને કારણે તરબુચ શરીરની રોગપ્રતિકારક શક્તિ (immune system)ને મજબૂત બનાવે છે. તરબુચ ખાવાથી મન શાંત રહે છે અને ક્રોધ ઓછો થાય છે. તરબુચમાં લાઇકોપીન (Lycopene) નામનું તત્વ હોય  છે જે ત્વચાને નિખારે છે. રક્તવાહિની (cardiovascular diseases)ના રોગોને રોકવામાં પણ તરબુચ ખૂબ અસરકારક છે. તરબુચમાં 90 ટકા પાણી છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં તરબુચ ડિહાઇડ્રેશન (dehydration)ને અટકાવે છે સાથે જ અનેક રોગોને મટાડે છે.

તરબુચની છાલ પણ લાભકારક આપણે બધા તરબુચ ખાઈએ છીએ પણ તેની છાલ ફેંકી દઈએ છીએ. જે તરબુચની છાલને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ તેના આરોગ્યની દૃષ્ટિએ અનેક લાભ છે. તરબુચની છાલમાં અનેક પોષકતત્વો રહેલા છે જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. શરીરમાં શુગર લેવલને કંટ્રોલમાં લાવવા સાથે જ ત્વચાને પણ નિખારે છે. આવો જાણીએ તરબુચની છાલના ફાયદાઓ

બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલમાં રાખે છે ફાઈબર(Fiber)થી ભરપૂર તરબુચની છાલમાં પણ મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે બ્લડ પ્રેશર  (blood pressure) અને શુગર લેવલ (sugar level)ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર તરબુચની છાલ ખોરાકને પચાવવામાં અને પેટને સાફ રાખવામાં મદદરૂપ બને છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વજનને નિયંત્રણમાં રાખે છે તરબુચની સાથે તરબુચની છાલ વજન નિયંત્રિત કરવામાં પણ મદદગાર છે. તરબુચની છાલમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે વજનને નિયંત્રણમાં રાખવા માટે તરબુચની છાલનો સલાડ તરીકે ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલી ઓછી કેલરી ચયાપચય (metabolism)માં વધારો કરે છે.

અનિંદ્રામાં લાભકારક જો તમને સૂવામાં તકલીફ પડતી હોય અને અનિંદ્રાથી પીડાતા હો તો તમે સારી ઉંઘ માટે તરબુચની છાલનો ઉપયોગ કરી શકો છો. તરબુચની છાલમાં રહેલું મેગ્નેશિયમ (magnesium) તમને સારી ઉંઘ લેવામાં મદદ કરે છે.

ચહેરાની કરચલીઓ દુર કરે છે તરબુચની છાલમાં રેહલા  લાઇકોપીન  (Lycopene),  ફ્લેવોનોઈડ્સ  (flavonoids) અને એન્ટીઓકિસડન્ટ્સ (antioxidants) વૃદ્ધાવસ્થાને કારણે ચહેરા પર પડતા કાળા ડાઘ, કરચલીઓ અને ફોલ્લીઓ ઘટાડવામાં મદદ કરે છે. તડબૂચની છાલને ત્વચા પર ઘસવાથી કરચલીઓ ઘટે છે અને સાથે જ ત્વચામાં નિખાર આવે છે. ત્વચામાં પાણીની માત્રા ફરી પાછી લાવી ત્વચાને ચમકદાર બનાવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">