Ajwain Benefits : અજમાનું પાણી દવા જેટલું કરે છે કામ, અનેક બીમારીઓ દૂર રહેશે
અજમા (Ajwain)નો ઉપયોગ માત્ર વાનગીઓનો સ્વાદ જ નથી વધારતો પણ તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. તમે દરરોજ સવારે અજમાનું પાણી પણ પી શકો છો. ચાલો જાણીએ કે તેનાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
અજમા (Ajwain)નો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. અજમો સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારો છો. અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તમારા આહારમાં અજમાના પાણીને પણ સામેલ કરી શકો છો. સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.આ પાણી વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીના અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. અજમામાં કેલ્શિયમ, ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે.
અહીં જાણો સવારે ઉઠીને અજમાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
પાચન માટે સારું રહે
અજમામાં ફાઈબર હોય છે. અજમાનું પાણી પીવાથી પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. તે અપચો જેવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે.
વજન ઘટાડવા માટે
સવારે અજમાનું પાણી પીવાથી મેટાબોલિઝમ પણ વધે છે. તે ચરબી બર્ન કરવા માટે પણ કામ કરે છે. આ પાણી પીવાથી ઝડપથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ પાણીને તમે તમારા વજન ઘટાડવાના આહારમાં પણ સામેલ કરી શકો છો.
બલ્ડ શુગર લેવલ
અજમાનું પાણી પીવાથી તમને બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. અજમામાં ઉચ્ચ ફાઇબર હોય છે. આ પાણી લેતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે
અજમાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ પાણીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ મળે છે. આ પાણી પીવાથી તમને ઘણી બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળશે.
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
અજમાના પાણીમાં ડાયેટરી ફાઈબર અને ફેટી એસિડ હોય છે. આ પાણી પીવાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
ઈન્ફેક્શનથી બચાવે છે
અજમામાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે. બદલાતા હવામાનમાં વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અજમાનું પાણી પીવાથી તમે મોસમી ચેપથી પણ બચી શકો છો.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો