AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ચોમાસામાં સારા સ્વાસ્થ્ય માટે આ ફૂડને કરો ડાયટમાં સામેલ

ઘણા પ્રકારના ફૂડ્સ ડાયટમાં (Diet) સામેલ કરી શકાય છે. જેનાથી ઇમ્યૂનિટી (Immunity) વધારવામાં અને સંક્રમણ સામે લડવામાં મદદ મળશે.

Health Tips : ચોમાસામાં સારા સ્વાસ્થ્ય માટે આ ફૂડને કરો ડાયટમાં સામેલ
સાંકેતિક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:43 PM
Share

ચોમાસામાં (Monsoon) સંક્રમણનો જોખમ વધી જાય છે. મોનસૂનમાં ગરમીથી રાહત મેળવવા સિવાય તમને સંક્રમણ,ફ્લૂ અને શરદીનો ખતરો પણ થઇ શકે છે. એવામાં ઘણા પ્રકારના ફૂડ્સ ડાયટમાં (Diet) સામેલ કરી શકાય છે. જેનાથી ઇમ્યૂનિટી (Immunity) વધારવામાં અને સંક્રમણ સામે લડવામાં મદદ મળશે. આવો જાણીએ કે કયા ફૂડ્સ આપણે ડાયટમાં સામેલ કરી શકીએ છીએ.

લીલુ મરચુ- લીલા મરચામાં પાઇપરિન હોય છે જે એક અલ્કલોઇડ છે જેના અનેક ફાયદા છે. જેમાં વિટામિન સી અને કેની પણ માત્રા મહત્વપૂર્ણ હોય છે. લીલા મરચામાં એન્ટીઑક્સીડેંટ ગુણ હોય છે. આ ફ્રી રેડિક્લસથી થનારા નુકસાનથી બચાવે છે.આ અનેક બીમારિયોને રોકવામાં મદદ કરી શકે છે. લીલુ મરચુ હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરીને ગેસ ઓછો કરી શકે છે. જેનાથી પાચનમાં સુધાર થાય છે. એમાં એન્ટીમાઇક્રોબોયલ ગુણ હોય છે.

ફળ- પીચ, પ્લમ, ચેરી,જાંબુ , દાડમ જેવા મોસમી ફળો વિટામિન એ અને સી, ફાઇબર અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે. રસ્તા ઉપર પહેલેથી કાપેલા ફળ અને જ્યૂસ ખાવાથી બચવુ જોઇએ અને તાજા ઉચ્ચ ગુણવત્તાવાળા ફળ અને જ્યૂસનું સેવન કરવુ જોઇએ

પ્રવાહી –  સૂપ, મસાલા, ચા ગ્રીન ટી, દાળ જેવા ગરમ પ્રવાહી ડાયટમાં સામેલ કરો. જે તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

શાકભાજી – આ દૂધીની સીઝન છે. એવામાં દૂધીના બનેલા અનેક વ્યંજન ડાયટમાં સામેલ કરી શકો છો. જેમાં પરોઠા,રાયતુ,જ્યૂસ અને શાકભાજી સામેલ છે. કાચી શાકભાજી કરતા બાફેલા સલાડનુ સેવન કરો. કારણકે એમાં સક્રિય બેક્ટીરિયા અને વાયરસ હોય છે. જે બેક્ટરિયા અને વાયરલ સંક્રમણનું કારણ બની શકે છે.

પ્રોબાયોટિક્સ– પ્રોબાયોટિક્સ જેવા કે દહીં, છાશ,મસાલેદાર શાક સામેલ કરો. જેથી તમારુ પેટ સ્વસ્થ રહી શકે. આ પ્રોબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટીરિયાના વિકાસમાં મદદ કરે છે. જ્યારે ખરાબ બેક્ટીરિયા અથવા આંતરડાની બીમારિ પેદા કરનારા બેક્ટીરિયા સામે લડવામાં મદદ કરે છે.

પ્રોટીન – પોતાના આહારમાં હેલ્ધી પ્રોટીન સામેલ કરવાથી ઇમ્યૂનિટી વધારવામાં મદદ મળે છે. આનાથી બિમારીથી ઉભરી શકાય છે. દૂધ, મગ, દાળ, છોલે, રાજમા, સોયા, ઇંડા અને ચિકન પ્રોટીનનો સારો સ્ત્રોત છે.

આદુ અને લસણ – આદુ અને લસણ ઠંડી,તાવ સામે રક્ષણ આપે છે. જેમાં એન્ટીવાયરલ ગુણ હોય છે. એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબાયોટીક અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. આદુની ચા ગળાની પીડા ઓછી કરવામાં મદદ કરી શકે છે. જેમાં ગ્રેવી,ચટની,સૂપ,ચા વગેરેમાં ભેળવી શકો છો.

મેથી –  મેથી એક એનર્જી બૂસ્ટર છે. જેમાં અમારા શરીરની સારસંભાળ કરવા માટે તમામ આવશ્યક મિનરલ હોય છે. જે તાવ અને પાચન તંક્ષને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હળદર – હળદરમાં કરક્યૂમિન હોય છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ,એન્ટીમાઇક્રોબાયલનો પ્રભાવ હોય છે. એ ગેસ્ટ્રિક અલ્સરને રોકે છે. ઇમ્યૂનિટિમાં સુધાર કરે છે.

ઓમેગા 3 ફેટી એસિડ – ઓમેગા 3 ફેટી એસિડ આવશ્યક ફેટી એસિડ હોય છે. મોન્સૂનમાં સંક્રમણનો ખતરો વધી જાય છે. આ ઇમ્યુનિટી વધારવા અને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. આ માટે તમે ઓમેગા 3 ફેટી એસિડ ફિશ, અખરોટ,પિસ્તા,બીજ,ફ્લેક્સ બીજ વગેરેનુ સેવન કરી શકો છો.

આ પણ વાંચોSkin Care Tips : લસણની પેસ્ટ દૂર કરી શકે છે ત્વચાની ઘણી સમસ્યા, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

આ પણ વાંચો :Health Tips : જાણો દાંતના દુ:ખાવાને એક મિનિટમાં દૂર કરવાનો ઉપાય

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">